ગેરકાયદે એકમોના સંચાલકોમાં ફફડાટ
ગીર સોમનાથ જિલ્લામાં એશિયાટીક સિંહોનાં ઘર ગણાતા ગીર અભ્યારણ્ય આસપાસ ગેરકાયદે ધમધમતી હોટેલો, ફાર્મ હાઉસો અને રીસોર્ટો પર તંત્રની દીવાળી સમયે તવાઈ ઉતરી છે. તાલાળા નજીકના ૧૧ હોટેલો ફાર્મ હાઉસો ને સીલ કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ કલેકટર, વિજ વિભાગ, પોલીસ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરતા ગેરકાયદે એકમોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
તાજેતરમાં ગીરમાં ૨૩ સિંહોનાં મોત બાદ સરકાર વધુ કડક બની છે. આજે વહીવટી તંત્રના વિવિધ વિભાગો જેમકે, ફોરેસ્ટ, પીજીવીસીએલ અને પોલીસએ સાથે મળી ગીર આસપાસ નાં ચીત્રોડ,બોરવાવ,ધાવા સહીતનાં વિસ્તારોમાં મસમોટા કાફલા સાથે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં અગાઊ તંત્ર એ સીલો લગાવ્યા હોય તેનું ખાસ ચેકીંગ કરાયુ. સાથે નવા ઓરડા હોટેલો ની મંજુરીની ખરાઈ કરવામાં આવી હતી.જેમાં સંખ્યાબંધ ગેરરીતી બહાર આવતાં હાલ ૧૧ જેટલા એકમોને સીલ મરાયા છે. તો સિંહોના નામે વેપાર કરવા બેસેલા ફાર્મ હાઊસો, હોટેલ સંચાલકો માં ફફડાટ મચી જવા પામ્યો છે.
ગેર કાયદે ચાલતા હોટેલ અને ફાર્મ હાઉસમાં -ધ લેવલ હોમ્સ, વીક એન્ડ હોમ્સ, જેનીશ ફાર્મ, ગીર ગાર્ડન રેસીડન્સી, સ્વાગત ફાર્મ, ગીર ગર્જના રીસોર્ટ, નેચર રીસોર્ટ, ગીર રીષી ફાર્મ, વન વિહાર ફાર્મ,રાયઝાદા ફાર્મ,ભાવીન ફાર્મ,
આ ફાર્મ હાઊસોનું તંત્રની ટીમ દ્રારા સઘન ચેકીંગ કરાતા તેમાં મંજુરી વગરનાં લાઇસન્સ વિનાની રૂમો જણાતા સિલ મારવામાં આવ્યા છે. હજુ આ ચેકીંગ કાર્યવાહી સતત ચાલું રહેશે. તેમજ ગીર વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા હોટેલો, ફાર્મો અને રીસોર્ટો આ તમામની સામે કાયદાકીય કાર્યવાહી તંત્ર દ્રારા પુર જોશમાં શરૂ કરવામાં આવતા ગેરકાયદે એકમોના સંચાલકો માં ફફડાટ મચી જવા પામ્યો છે.