અબતક, અબ્બાજાન નકવી, કોડીનાર
કોડીનાર તાલુકા અને શહેરમાં ખુલ્લે આમ ગરીબોના સરકારી ઘઉં તો પછી ની વાત છે પણ જેનુ વાવેતર નથી તેવા રેશનિંગના ચોખા ગરીબો ગ્રાહકોને ના આપીને ગાંધીધામ બે નંબરીયા એજન્ટો દ્વારા ટેન્કરો(ટ્રક) ભરીને ગાંધીધામ મોકલી લાખો રૂપીયાની અઢળક કમાણી કરે છે અને હર મહીના ની 15 તારીખ સુધીમાં રેશનિંગ ના 70% વિક્રેતા ગરીબ ગ્રાહકો ને ઘઉં-ચોખા ન આપી ને આ ઘઉં ચોખા ટેન્કરો(ટ્રક) ગાંધીધામ પોહચાડી લાખો રૂપીયા ની કમાણી કરે છે અને કોડીનાર તાલુકા અને ગામડાઓ માંથી આ ઘઉં-ચોખા નુ સડયંત્ર કરનાર એજન્ટો ના ફેરીયાઓ દ્વારા છકડોરીક્ષા, છોટાહાથી જેવા વહાનો માં દરરોજના 200 થી વધારે ફેરીયાઓ આ ગરીબોનો અનાજ શહેરમાં ઠલવે છે.
અને તેમા આપણા સૌરાષ્ટ્ર માં ચોખા નુ વાવેતર નથી તો પણ આ ગરીબોના ચોખા ની પણ ચોરીયો કરી ગાંધીધામ સપલાય કરે છે જેથી આ બાબતે જીલ્લા કલેક્ટર ગોહીલ તેમજ જીલ્લા ડી.એચ.ઓ સાહેબ તેમજ સ્થાનીક મામલતદાર અને પુરવઠા અધીકારી જો દુદાણા જુનો બસ સ્ટેશન બાઈપાસ તેમજ ઉના બાઈપાસ અને નદીના સામા કાઠે કોહીનૂર ચા ની હોટલની બરોબર બાજુમાં જ જો સરકારી તંત્ર અધાકારીઓ જો ચેકીંગ જુંબેશ કરે તો ગરીબોના રેશનિંગ ના ઘઉં અને ચોખા ની ગાડીઓ પકડાય જેથી ઉંચ અધીકારીઓ આ બાબતે સઘન તપાસ કરીને આ સડયંત્ર માં સંડવાયેલા તમામ લોકોનો પરદાફાશ કરી અને પકડી ને જેલ હવાલે કરે તેવી લોકોની માંગણી ઉઠી છે.