આઈઆરસીટીસી લાયન્સ વગર બુક કરવામાં આવેલી રૂ.૧.૨૫ લાખની ઈ-ટિકિટ કબજે કરાઈ

રેલવે સુરક્ષા દળની ગુન્હા નિવારણ શાખા રાજકોટના નિરિક્ષક સંજય માલસરિયાને મળેલી ગુપ્ત જાણકારી મળી હતી કે રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી, મુનલાઈટ માર્બલ પાસે રીમા ઈન્ટરનેશનલ ટુર એન્ડ ટ્રાવેલની દુકાનમાં રેલવેની રિઝર્વેશન ટીકીટોનું કાળાબજાર થઈ રહ્યું છે.

આ આધાર પર ગુન્હા નિવારણ શાખાના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર રાજવીરસિંહ સાથે કોન્સ્ટેબલ રાજેન્દ્ર ઝાલા તેમજ હેડ કોન્સ્ટેબલ રાજેશ દુધરેજીયાને આ ટુર્સ ટ્રાવેલ્સમાં ડમી ગ્રાહક મોકલીને સોમનાથ જબલપુર એકસપ્રેસમાં ૧૭ જુલાઈની રેલવે તત્કાલ ટીકીટ બુક કરાવાઈ હતી.

જેની ડિલિવરી લેતા સમયે બે સાક્ષીની હાજરીમાં ગુન્હા નિવારણ શાખાના સ્ટાફ દ્વારા રેડ પાડી રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા. જેમાં રીમા ઈન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક મગનલાલના પુત્ર રોહિતને આઈઆરસીટીસી લાયસન્સ ન હોવા છતાં ઈ-ટિકિટ બુક કરવાના અપરાધ સબબ પકડી લેવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન આરોપી પાસેથી પર્સનલ યુઝર આઈડી દ્વારા બુક કરાયેલી ૧,૨૫,૮૦૦ની ૨૩ રીઝર્વ ટીકીટો ૭૨૦૦ રૂપિયા રોકડા ડમી ગ્રાહકના ૧૫૦૦ ‚પિયા, ૧ ઈન્ટેક્ષનું સીપીયુ, સેમસંગનો મોબાઈલ, એક ડાયરી પણ જપ્ત કરી લેવામાં આવી. ત્યારબાદ મુદામાલ સાથે આરોપીને આરપીએફ પોલીસ સ્ટેશન, રાજકોટમાં મોકલવામાં આવ્યો છે. આરોપી સામે રેલવે ધારા ૧૪૩ મુજબ કેસ દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.