ઉનાના આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ ઉના તાલુકાના સુલતાનપુર ગામ પંચાયતના સરપંચ કે.કે.એલએ પંચાયતનો ગેરઉપયોગ કરીને મનફાવે તેમ ખોટા બોગસ ઠરાવો બનાવીને લાખો રૂપિયાની ખનીજ ચોરી કરેલ હોય અગાઉ માટી માટે ઠરાવ કરેલ છે. તળાવ ઉંડુ થઈ જવાથી સરપંચ એ એક ડુપ્લીકેટ બોગસ ઠરાવ કરી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરેલ છે.
ઉના સિંચાઈ પેટા વિભાગને બીજો ઠરાવ કરેલ જે તળાવ ઉંડા કરવા બાબતનો જે તળાવનો પેલા મહિનામાં ઠરાવ કરવામાં આવેલ જે હજુ મંજુરી મળે એ પહેલા તળાવમાંથી માટી ઉપાડી લીધેલ છે. ત્યારબાદ ત્રીજા મહિનામાં તળાવ ઉડું કરવા ઠરાવ કરેલ જે સિંચાઈના અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેર સ્થળ તપાસમાં આવતા જણાવેલ કે આમાય તળાવમાં વગર મંજૂરીથી આપે માટી કાઢેલ છે.
આપના ઉપર ફરિયાદ છે જેવી આ સરપંચે ગૌચરની જગ્યામાંથી માટી કાઢવા રૂપિયા લઈને પ્રાઈવેટ કંપની જેનું એગ્રો ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લી. નામની કંપનીને ડુપ્લિકેટ ઠરાવ કરી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરેલ છે જે ઠરાવ અને પ્રોસીટીગ મિની બુક આ સાથે સામેલ હોવાથી જે તાત્કાલીક ધોરણે તપાસ કરી જે ખનીજ ચોરી કરેલ છે તેનો દંડ આપવો પોલીસ ફરિયાદ તજવીજ કરી અને સરકારના નીતિ નિયમોને ટાળી નાખી મનફાવે તેવા ઠરાવ પાસ કરી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરેલ છે જે ધ્યાને લઈ સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવા લોકોની ફરિયાદ ઉઠી છે.