ચોર જેસીબીની મદદથી જમીનોમાં ખનીજ કાઢી રાત્રિ દરમિયાન ડમ્પરોમાં ભરી રાજુલાની સિમેન્ટ કંપનીઓમાં સપ્લાય કરે છે
ઉનાના બાયપાસ વર્સીંગપુર રોડનાં નાળા નીચે થી જતા રોડ પર ઉનાના રામેશ્વર ગામે ગીર ગઢડા તાલુકાના કાણકિયા ગામે તથા બોડીદર ગામ ના સર્વે નં 205 પૈકી 5 ની જમીન ની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માઈનિંગ ચોરી થઈ રહી છે આ માઇનિંગ ચોર જેસીબીની મદદથી જમીનોમાં માઈનિંગ તોડી રાત્રી દરમિયાન ડમ્પરોમાં ઓવરલોડ ભરી જાફરાબાદ તથા રાજુલા ની સિમેન્ટ કંપનીઓમાં સપ્લાય કરવામાં આવતું હોય માઇનિંગ ચોરી કરનારો અન્ય જિલ્લાનાં રોયલ્ટી પાસ લઈ ઉના અને ગીર ગઢડા તાલુકા માંથી માઈનિંગ ચોરી કરી રહ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ આ માઇનિંગ ચોરી કરનાર ઉના નો હોય અને તે મોટી રાજકીય વગ ધરાવતો હોય તેથી બેફામ અને બેખોફ રીતે માઇનિંગ ચોરી કરે છે આ માઈનિંગ ચોરી કરનારને અધિકારીઓની તપાસની પૂર્વે ગંધ આવી જતા તે બિલાડીના ઘરની જેમ માઇનિંગ ચોરીના સ્થળો બદલ્યા કરતો હોય છે સ્થાનિક તંત્ર દ્વારા નાના નાના માછલીઓને પકડી સંતોષ માની લે છે અને મોટા મોટા મગર મરછો સામે આંખ આડા કાન કરતા હોય છે ત્યારે ગીર સોમનાથ તંત્ર અને અમરેલીના જાબાજ એસપી નિર્લિપ્ત રાય દ્વારા માઈનિંગ ક્યાંથી ભરવામાં આવ્યું અને રોયલ્ટી પાસ ક્યાંના છે તેની તપાસ કરવામાં આવે તો આ ગેરકાયદેસર માઇનિંગ ચોરીના તાર પોરબંદર જામનગર દ્વારકા સુધી નીકળે તેમ છે જોવુ રહ્યું જિલ્લાની કઈ બ્રાંચ દ્વારા આ માઈનિંગ ચોરી કરનારને પકડવામાં આવે છે તે આવનારો સમય જ બતાવશે.