ગાંધીધામ SOG ટીમ ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળી કે,ગાંધીધામ ડી.બી.ઝેડ સાઉથ પ્લોટ નંબર 08માં આવેલ ઓફીસનો સંચાલક ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવે છે. તેવી બાતમી મળતા તેને આધારે તપાસ કરી રેઈડ કરતા ઓફીસનો સંચાલક વિશાલસિંહ કિશનસિંહ રાજપુત હુક્કાબારમાં યુવકોને પ્રવેશ આપી જુદી જુદી ફ્લેવર્સના હુક્કા ભરી ગ્રાહકોને હુક્કા બારમાં બેસાડી તમાકુનું સેવન કરાવી તમાકુ અધિનીયમની જોગવાઈઓ મુજબ સ્મોકિંગ એરીયાનું બોર્ડ તથા તમાકુથી નુકશાન થાય છે. તેવા બોર્ડ ન રાખી તેમજ ગ્રાહકના રજીસ્ટ્રર ન નિભાવી વગર પાસ પરમીટે હુક્કાબારને લગતા 46,745 ની કિંમતના સાધનો સાથે ઝડપી, આરોપીને રાઉન્ડ અપ કરી તેમના વિરૂધ્ધ સીગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન (વિજ્ઞાપન નિષેધ) તેમજ વેપાર અને વાણીજય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નિયંત્રણ (ગુજરાત સુધારો) ધારા 2017ની કલમ 21 (એ) મુજબનો ગુન્હો ગાંધીધામ એ.ડિવિઝન પો.સ્ટે.માં દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી પો.ઈન્સ.ડી.ડી.ઝાલા . પો.સબ.ઈન્સ. વી.પી.આહીર તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયો હતો.
મીની મુંબઇ ગણાતા પચરંગી શહેર ગાંધીધામમાં ગેરકાયદેસર રીતે વિદેશી સિગારેટ, હુક્કાબાર અને સ્પાના ધંધા ધમધમી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે પુર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે વધુ એક વખત પોશ ગણાતા વિસ્તારમાં ધમધમી રહેલા ગેરકાયદેસર હુક્કાબારનો પર્દાફાશ કરી રૂ.46,745 નો મુદ્દામાલ કબજે કરી હુક્કાબારના સંચાલકની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીથી ગેરકાયદેસર રીતે ધ્રધો કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
એસઓજી પીઆઇ ડી.ડી.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એસપી સાગર બાગમારે ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધવા આપેલી સૂચના મુજબ ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગુડ સાઇટ પાસે પહોંચતા તેમને બાતમી મળી હતી કે, ડીબીઝેડ સાઉથમાં પ્લોટ નંબર -8 મા આવેલી ઓફિસનો સંચાલક વિશાલસિંહ કિશનસિંહ રાજપુતપોતાની ઓફિસમાં હુક્કાબારનો સામાન રાખે છે અને હુક્કા પીવાય છે પણ તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 ના કાયદા અને રૂલ્સ 2008 માં જણાવાયેલી જોગવાઇનું પાલન કર્યા વગર ગેરકાયદેસર રીતે આ હુક્કાબાર ચાલે છે. આ બાતમીના આધારે તેની ઓફિસમાં દરોડો પાડી સંચાલક વિશાલસિંહને પોલીસ અધિનિયમ કલમ33 (1) મુજબ લાયસન્સ મેળવેલું છે ? પુછતાં તેણે આવો પરવાનો ન મેળવ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ સ્મોકિંગ નુકશાન કારક છે તેવા બોર્ડ અને હુક્કા અંગે નિયમ ભંગ બાબતે કોઇ વ્યક્તિ સત્તા મંડળને ફરિયાદ કરી શકશે તેવું બોર્ડ પણ લગાવેલું ન હોઇ ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા સંચાલક વિશાલસિંહ ની અટક કરી હુક્કાબારને લગતા રુ.46,745 નો મુદ્દામાલ કબજે કરી અે-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ કેસની તપાસ એસઓજી પીએસઆઇ વી.પી.આહીરને સોંપાઇ છે. એક હુક્કાની રૂ.400 કિંમત વસૂલાતી હતી.
એસઓજીએ પાડેલા દરોડા દરમિયાન હુક્કાબારમાં બે ઇસમો હુક્કા પી રહ્યા હતા અને સંચાલક વિશાલસીંહની પુછ પરછમા યુવકોને પ્રવેશ આપી જુદી જુદી ફ્લેવર્સના તમાકુ ભરી હુક્કાબાર ચલાવાય છે અને એક હુક્કાના રૂ.400 ગ્રાહકો પાસેથી વસુલાતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
અહેવાલ: ભારતી માખીજાણી