લત્તાવાસીઓના ઉગ્ર વિરોધના પગલે તંત્રે કામ રોક્યું: પાણીના કુદરતી નિકાલ પર બાંધકામ નહીં કરવા કમિશનરનો આદેશ
વડોદરાના ઓડનગરમાં કાંસ પર બનાવાઈ રહેલી દીવાલ સામે લતાવાસીઓના ઉગ્ર વિરોધ બાદ મ્યુ.કમિશનરે બિલ્ડરને દિવાલ બાંધતા રોકી નોટિસ ફટકારી છે.
મ્યુ.કોર્પોરેટર અમી રાવત તથા અગ્રણી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, ઓડનગરના ખાતે અગોરા બિલ્ડર દ્વારા વરસાદી કુદરતી કાંસ પર ગેરકાયદેસર રીતે દીવાલ બાંધવામાં આવી રહી છે. જે સામાન્ય વરસાદમાં પુરને આમંત્રણ આવશે અને આ વિસ્તારો ડૂબી જશે. આ વિસ્તારના નાગરિકોએ વિરોધ કરી નરેન્દ્ર રાવત અને મ્યુનિ. કાઉન્સિલર અમી રાવત ને બોલાવતાં બિલ્ડરના સંચાલકોને આ વરસાદી કૂદરતી કાંસ સરકારી મિલકતને તેના પર કોઈપણ વ્યક્તિ બાંધકામ કરી શકાય નહીં તેવી રજુઆત કરતાં તેમણે કહ્યું આ જમીન અમારી માલિકીની અને કાંસ અમે ખરીદી લીધો છે. આવી કાયદા વિરૂદ્ધ ની વાત કરી અને દીવાલ તો બાધીશું જ તેમ જણાવ્યું હતું.
આથી કોર્પોરેટર અમી રાવતે સ્થળ પરથી કલેકટર શાલિની અગ્રવાલને સરકારી જમીન અને તે પણ કૂદરતી વરસાદી કાંસ પર બાંધકામની પરમિશન આપી ન શકાય અને વરસાદમાં આ દીવાલ પુર લાવશે અને વિસ્તારોને ગયા વર્ષે ડૂબ્યા હતા તેનાથી વધારે ડુબશે તેવી વાત કરી હતી. બાદમાં કલેકટરે મ્યુનિ.કમિશનર ઉપાધ્યાય સાથે વાત કરી હતી.
અમોએ કાર્યપાલક ઈજનેર ડ્રેનેજ શિમ્પી, હાઉસીંગ પાર્યપાલક ઈજનેર નવેન્દુ પરીખ ત્થા ટાઉન પ્લાનિંગ કાર્યપાલક ઈજનેર જીતેશ ત્રિવેદી સાથે કાયદા વિરુદ્ધ પુરને આમંત્રણ આપતી દીવાલ કુદરતી વરસાદી કાંસ પર બાંધી ન શકાય તેવી જોરદાર રજૂઆત કરી હતી.
બાદ કમિશનરે અમને એસએમએસ દ્વારા જણાવ્યું હતું કે, આ કુદરતી કાંસ પર બાંધકામ ન કરવા દેવા આદેશ આપ્યો હતો અને બિલ્ડરને નોટિસ આપી છે. ગયા વર્ષે આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. કરોડો રૂપિયાનું નુકશાન જણાવ્યું તે ધ્યાનમાં રાખી પ્રમુખ પ્રીત સહિતની સોસાયટીઓનો વિરોધને પગલે ઓડનગરમાં કાંસ પર બિલ્ડરને દીવાલ બાંધતા અટકાવી દેવાયા હતા.