અબતક, વિનાયક ભટ્ટ, ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના હમુસર ગામની સીમમાંથી સરકારી પુલના કામે એક કોન્ટ્રાક્ટર દ્વારા ઇડચોક સાત ડેપર અને એક હિટાચીની મશીન રાખીને રોજ 50 થી 60 ટ્રક માટી મોરમની ખનીજ ચોરી થતી હોય આ બાબતે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ પછી થયા પગલાના લેવાતા તંત્રની કામગીરી સામે પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે.
વગર મંજૂરી કે રોયલ્ટી સાથે રાખ્યા વગર ખનીજચોરી કરતા આ તત્વોને પૂછતા મંજૂરી લીધી છે તો રોફ કરતા હોય આજે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી તાકીદે પગલાની માંગ કરવામાં આવી હતી. દ્વારકાના હમુસર ગામે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર માટી ચોરી કરી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બિચમાં વપરાતી ચોરાઉ માટી અંગે પુરાવા સાથે આમ આદમી પાર્ટી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
તેમાં મેઘાભા હાથલ, જિલ્લા સંગઠન મંત્રી, કેશુભા સુમાણી, દ્વારકા શહેર પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ, જયસુખભાઇ મંડોરા, કાનાભા માણેક, તાલુકા પ્રમુખ, દેવેન્દ્ર માણેક, તાલુકા સંગઠન મંત્રી, સંજય કેર, તાલુકા યુવા પ્રમુખ, રામભાઇ છૂછર, દ્વારકા શહેર ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.