જેતપુરના કારખાનેદારો દ્વારા થતી ગેરકાયદે ધોલાઈ સામે કાર્યવાહી કયારે ?
જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકામાં ઘણા ગામોમાં ગેરકાયદેસર ધોલાઈ ઘાટ આવેલા છે તે જેતપુરના સાડીના કારખાનાઓ દ્વારા ત્યાં ધોલાઈ થઈ રહી છે એ જેતપુરના જીપીસી બોર્ડ અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન પણ જાણે છે છતાં પોલ્યુશન રોકવા કોઈ જાતના પગલા લેવામાં આવતા નથી. વર્ષમાં ૧ થી ૨ વાર વાડી માલિકોના લાઈટ કનેકશન કાપી નાખવામાં આવે છે. પોલ્યુશન રોકવાની જે ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનની જવાબદારી છે. કારણકે ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન જેતપુરના સાડીના કારખાનેદારો પાસેથી મેન્ટેનશના નામથી કરોડો રૂપિયા ઉઘરાવે છે તો તેમની કોઈ જવાબદારી જ નથી થતી કે એ રૂપિયા જે ધોલાઈ ઘાટના મેન્ટેનસ તથા કારખાનાની મેન્ટેન્સ નામે ઉઘરાણા કરવામાં આવે છે.
કારખાના માલિકોમાં હાલ બાવા પીપળીયા ભાટ ગામ પ્લાન પણ મહિનામાં ૧૫ દિવસ ચાલે છે અને એસોસીએશન પૈસા મહિનાના પુરા લે છે જે જેતપુર તમામ સાડી એકમોની મંજુરી ભાર ગામના પ્લાનની છે તે તો ચાલતો નથી તો જેતપુરમાં ૧૨ કલાક ધમધમતા એકમો ફરજીયાત બહાર પોલ્યુશન ફેલાવવું પડે તેમ છે. હાલ જેતપુરના કારખાનેદારો રાજકોટ, ચોટીલા સુધી પોલ્યુશન ફેલાવે છે છતાં જીપીસીપીના ગાંધીનગર બેઠેલા અધિકારીઓ કોઈ જાતના પગલા નથી લેતા જે મેન્ટેનન્સના નામે કારખાનેદારો દ્વારા ઉઘરાવવામાં આવતા પૈસાનો અમુક હિસ્સો ગાંધીનગર બેઠેલા જીપીસીપી ઉચ્ચ અધિકારીઓના ખીસ્સામાં જાય છે ગમે તેટલી ફરિયાદો થાય વાયુ પ્રદુષણ કે જળ પ્રદુષણ પણ ગાંધીનગર બેઠેલા જીપીસીપીના અધિકારીઓ કોઈ જાતના પગલા લેતા નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.