એક વર્ષ વધુ કરવાથી બી.ટેક મિકેનીકલ એન્જિનીયરીંગ અને ઈલેકટ્રીકલ એન્જિનીયરીંગની ડિગ્રી મળી શકે
ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-ગાંધીનગર આગામી શૈક્ષણિક સત્રથી અન્ડર ગ્રેજયુએટ્સને બે ડિગ્રીનો વિકલ્પ આપી રહી છે. આઈઆઈટી ગાંધીનગરના ડિરેકટર ડો.સુધીર જૈને આ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, અન્ડર ગ્રેજયુએટ્સને અમે હવેથી બે વિકલ્પ આપીશું. જેમાં વિદ્યાર્થી એક વર્ષ વધુ કરીને બે અલગ અલગ અભ્યાસક્રમોની ડિગ્રી મેળવી શકશે. દા.ત. મિકેનીકલ એન્જીનીયરીંગમાં બી.ટેકનો વિદ્યાર્થી હવે મિકેનીકલ એન્જીનીયરીંગની સાથે સાથે ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગની ડિગ્રી પણ મેળવી શકશે. બી.ટેક અને એમ.ટેકમાં ડયુલ ડિગ્રી ઓપ્શન મળશે. તાજેતરમાં ગાંધીનગર આઈઆઈટીના પદવી વિતરણ સમારોહ દરમિયાન આ વાત ડો.સુધીર જૈન દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બી.ટેકના ૧૨૪, એમ.ટેકના ૫૨, એમ.એસ.સી.ના ૪૭, એમ.એ.ના ૫ અને પીએચ.ડીના ૧૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત થઈ હતી.
આ ઉપરાંત સ્પોર્ટસ, લીડરશીપ અને સમાજ સેવા સબબ પણ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓને ૩૮ મેડલ્સ અર્પણ કરવામાં આવ્યા હતા. આઈઆઈટી ગાંધીનગરમાં એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને સમાજ સેવાની કામગીરીનો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે. માનવ સેવા અને સમાજ સેવા આધારિત પુરસ્કારો પણ અપાય છે.
૧૫ વર્ષની વયે ૫૮ અઠવાડિયામાં બીઈનો કોર્ષ પૂરો કરી ડિગ્રી મેળવી
જે ઉંમરે તરુણો ધો.૧૨ની તૈયારી કરતા હોય છે તેવી ઉંમરે નિર્ભય ઠક્કરે બીઈની ડિગ્રી મેળવી લીધી છે. માત્ર ૧૫ વર્ષના નિર્ભયે બીઈનો કોર્ષ ૫૮ અઠવાડિયામાં પૂરો કર્યો છે. નિર્ભય જીટીયુનો સૌથી નાનો એન્જીનીયરીંગ ગ્રેજયુએટ છે. જામનગરમાં ધો.૭ સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધો.૮ થી ૧૦ સુધીનો અભ્યાસ નિર્ભયે માત્ર ૬ મહિનામાં કર્યો હતો. જયારે ધો.૧૧ અને ૧૨ ૩ મહિનામાં પાસ કર્યું હતું. ઈન્ટરનેશનલ જનરલ ર્સ્ટીફીકેટ ઓફ સેક્ધડરી એજયુકેશન હેઠળ આ અભ્યાસ નિર્ભયે કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, નિર્ભયને સીનીયર કે.જી.માં સૌની નબળો વિદ્યાર્થી ગણવામાં આવતો હતો.
પૃથ્વીને એલીયનથી બચાવવા ૯ વર્ષના બાળકે નાસા પાસે નોકરી માંગી
નાસાએ તાજેતરમાં પૃથ્વીથી એલીયનને બચાવી શકે તેવા વ્યક્તિની જ‚ર હોવાની જાહેરાત કરી હતી. દુનિયાભરમાંથી અનેક લોકોએ આ નોકરી માટે આવેદન આપ્યું છે. આ નોકરી માટે સવા કરોડ ‚પિવા વાર્ષિક આપવામાં આવશે. ત્યારે ૯ વર્ષના જેક ડેવીસે નાસાને પત્ર લખી આ નોકરી માટે એપ્લાય કર્યું છે. જેણે પત્રમાં લખ્યું છે કે, ડિયર નાસા, મારું નામ જેક ડેવીસ છે. હું પ્લાનેટરી પ્રોટેકશન ઓફિસરની પોસ્ટ માટે એપ્લાય કરવા માંગુ છું, હું ભલે ૯ વર્ષનો હોવ મારું માનવું છે કે, હું આ નોકરી માટે યોગ્ય છું, કારણ કે, મારી બહેન કહે છે કે, હું એક એલીયન છું, મેં સ્પેશ અને એલીયન વિશેની લગભગ તમામ ફિલ્મો જોઈ છે. હું વિડિયો ગેમ રમવામાં પણ માહિર છું, ૯ વર્ષના જેક ડેવીસે આ પત્રમાં પોતાને ગાર્ડીયન્સ ઓફ ગેલેકસી ગણાવ્યો છે.