- ISI ના ઇશારે ઇશા રાવ દેશભરમાં ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક ચલાવતો
- કરાંચીમાં છુપાયેલા ઇશા રાવ ડ્રગ્સની સાથે દેશમાં ભાંગફોડની પ્રવૃતિમાં સંડોવણીની તપાસ એજન્સીને શંકા
- કચ્છના જખૌ, ગોસાબારા, જોડીયા, સલાયા, પીપાવાવ અને નવલખી બંદર ભૌગોલિક રીતે ડ્રગ્સ માફિયા માટે સર્વગ સમાન બન્યા
- આઝાદી સમયના બારે માસ ધમધમતા બંદરો વેરાન બનતા દાણચોરો માટે બન્યું મોકળુ મેદાન
દેશની આઝાદી સમયે બારે માસ ધમધમતા સૌરાષ્ટ્રના જોડીયા, સલાયા અને ગોસાબારા સહિતના કેટલા બંદરો છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હોવાથી દાણચોરો માટે સર્વગ સમાન માર્ગ બન્યો છે. 1993માં ગોસાબારા બંદરે આરડીએસ ઘુસાડી દેશદ્રોહીઓ દ્વારા મુંબઇમાં કરાયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ પણ તંત્ર દ્વારા બંધ હાલતમાં પડેલા બંદર પર થતી અવર જવર અને પ્રવૃતિ પર બાજ નજર રાખવાનું તંત્ર દ્વારા ધ્યાન કેન્દ્રીત કરવામાં આવતા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 34,445 કરોડની કિંમતના હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.
ડ્રગ્સની થતી દાણચોરી અને યુવાધનને બરબાદ કરવાના ખૌફનાક કાવતરાની સુરક્ષા એજન્સી દ્વારા શરૂ કરાયેલી તપાસમાં જોડીયાના હરામી સુત્રધાર હોવાનું અને પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇની મદદથી લાંબા સમયથી સૌરાષ્ટ્રના વિશાળ દરિયાઇ માર્ગ દ્વારા ડ્રગ્સ ઘુસાડી સુરક્ષા તંત્રથી બચવા ડી ગેંગના દાઉદ ઇબ્રાહીમનો આશરો લીધો હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતમાં હેરોઇનનો જંગી જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા તંત્રને મળેળી સફળતાની સાથે એટીએસ, ડીઆરઆઇ અને એનસીબી દ્વારા સયુંકત રીતે ચાલતી તપાસમાં મુખ્ય સુત્રધાર જોડીયાના ઇશા હુસેન રાવ હોવાનું અને તે પાકિસ્તાની આઇએસઆઇના સપોટ હેરોઇન ગુજરાતના દરિયાઇ માર્ગે લાવ્યા બાદ સમગ્ર દેશમાં સપ્લાય કર્યાનું બહાર આવ્યું છે. નવલખી પાસેના ઝુંઝડા ખાતેથી 145 કિલો હેરોઇન સાથે ઝડપાયેલા જબ્બાર હુસેન રાવના ભાઇ ઇશા હુસેન રાવ મુખ્ય સુત્રધાર હોવાનું અને તે હાલ કરાચી ખાતે આશરો મેળવી છુપાયો હોવાનું બહાર આવ્યું છે.
ઇશા રાવ ડ્રગ્સ ઉપરાંત દેશમાં ભાંગફોડની પ્રવૃતિમા સંડોવાયો હોવાની પણ તપાસ કરતી એજન્સી દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ઇશા રાવનો કબ્જો મેળવવા ઇન્ટરપોલની મદદ મેળવવા આવ્યું સુત્રો જણાવી રહ્યા છે.
જામનગર જિલ્લાના જોડિયાના વતની ઇસા રાવ, જેઓ રૂ. 600 કરોડના મોરબી ડ્રગ્સનો હેરાફેરી અને ત્યારપછી દેશના અન્ય ભાગોમાં ડ્રગ્સ પકડવાના ગુનામાં સંડોવાયેલા હતા, તેને દાઉદ ઇબ્રાહિમ ગેંગ દ્વારા કરાચીમાં આશ્રય આપવામાં આવ્યો છે.
સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાવ નવેમ્બર 2021માં દેશ છોડીને ભાગી ગયો હતો અને તેને ’ડી-ગેંગ’માં સમાવી લેવામાં આવ્યો હતો. રાવ દેશમાં હેરોઈન અને અન્ય પ્રતિબંધિત માલસામાનની દાણચોરીને સરળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવતો હતો.
રાવ છેલ્લા ઘણા કેસોમાં ડ્રગ ક્ધસાઇનમેન્ટનો સ્થાનિક રીસીવર હતો. પ્રતિબંધિત દાણચોરીમાં તેની ભૂમિકા સૌપ્રથમ 2021ના અંતમાં મોરબીના ડ્રગ કેસમાં સામે આવી હતી.રાજય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને દાણચોરોનો શિકાર કરવા લાગી, તે પાકિસ્તાનમાં કરાચી ભાગી ગયો, એજન્સીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
નવેમ્બર 2021 માં મોરબીમાં નિર્માણાધીન મકાનમાંથી રૂ. 600 કરોડની કિંમતનું 120 કિલો હેરોઈન ઝડપાયા બાદ રાવ થોડા સમય માટે છુપાઈ ગયો હતો, આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ તપાસમાં રૂ. 776.5 કરોડની કિંમતનું 155.30 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું અને નાઈજીરીયાના નાગરિક સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી. તે કિસ્સામાં, રાવની સમગ્ર દાણચોરી અને ડ્રગ્સના ઉતરાણમાં મુખ્ય ભૂમિકા હતી.
છોટા શકીલ અને ટાઈગર મેમણ સહિત દાઉદ ઈબ્રાહિમ ગેંગના સભ્યોએ તેને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવાનું કામ સોંપ્યું છે અને તેને (રાવ)ને કરાચીમાં આશ્રય આપ્યો છે. અમે દૃઢપણે માનીએ છીએ કે તે ગુજરાતના દરિયાકાંઠેથી તાજેતરમાં ડ્રગ જપ્ત કરવામાં અને અન્ય મધ્ય-સમુદ્ર કામગીરીમાં સામેલ હોઈ શકે છે, કેન્દ્રીય એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું.
છેલ્લા બે અઠવાડિયામાં જ રાજ્યની એજન્સી ગુજરાત અઝજ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ જેવી કે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ઉછઈં), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (ગઈઇ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતમાંથી અલગ-અલગ ઓપરેશનમાં રૂ. 1,500 કરોડની કિંમતનું આશરે 296 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. કિનારે, જામનગરમાં કંડલા બંદર, ગુજરાતમાં પીપાવાવ બંદર અને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
- જોડીયાનો ઇશા રાવ કોણ છે?
- હરામી ઇશા રાવ સૌરાષ્ટ્રના બંદરોનો દાણચોરી કરતો
સૌરાષ્ટ્રના બંધ હાલતમાં પડેલા બંદરનો દાણચોરી માટે ઉપયોગ કેટલાક સ્થાનિક હરામીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે પૈકીના જોડીયાના ઇશા હુસેન રાવમાં દેશદ્રોહી હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભૌગોલિક રીતે જાણકાર ઇશા રાવ અગાઉ પાકિસ્તાન જઇ આવ્યો છે. અને પાકિસ્તાનની આઇએસઆઇના ઇશારે ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાના ષડયંત્રની સાથે ભાંગફોડની પ્રવૃતિ કરતો હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. ઇશા રાવ કોણ છે, કયાંથી આવ્યો અને તે જોડીયામાં બીજી શું પ્રવૃતિ કરતો તે અંગે તંત્ર દ્વારા સઘન તપાસ થઇ રહી છે.