રેલ્વે આર.પી.એફ.ના આઇ.જી. અજયકુમાર સેદાની વેરાવળ રેલ્વે સ્ટેશન અને સોમનાથ રેલ્વે સ્ટેશનની મુલાકાત અને વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા.
વેરાવળ સ્ટેશન સ્થાનિક કમિટીના અધ્યક્ષ મુકેશ ચોલેરા, લાલચંદ પરશુરામ અને ભાવનગર ડીવીજન રેલ્વે ઉપભોગતા કમિટી (ડી.આર.યુ.સી.સી.) મેમ્બર અનિષ એન રાચ્છએ આઇ.જી.અજય કુમારનું વેરાવળ – સોમનાથ ખાતે સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કર્યું હતું.
ડી આર યુ સી સીના મેમ્બર અનિષ રાચ્છે આઈજીની પર્સનલ મુલાકાતમાં જણાવેલ કે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ના દર્શન અર્થે દેશ-વિદેશથી આવતાં યાત્રિકો ની સુરક્ષા માટે વેરાવળ રેલવે સ્ટેશન પર કોઈ પણ જાતની ઉણપ ના રહે રેલવે પોલીસ ની સારી છાપ લઈ જાય તે રીતે રેલવે પોલીસ વિભાગ કાર્યરત હોય છે હાલ રેલવે પોલીસ વિભાગ ને થતી મુશ્કેલીઓ સંદર્ભે આઈ જી સાહેબ ને વિશેષ ચર્ચા કરી જણાવેલ કે વેરાવળ સ્ટેશન પર આવતી ફરિયાદોનું નિવાકરણ લાવવા આઈ પી એફ યાદવ સાહેબ અગ્રતા આપે તેવી વિનંતી કરી હતી.
આ તકે વેરાવળ સ્ટેશનના પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. હાલ વેરાવળ રેલવે સ્ટેશન પર ક્ધટ્રક્શન કામ ચાલુ હોય ટ્રાફિકના અને વિવિધ પ્રશ્ર્નો અંગે સુખદ નિરાકરણ માટે અપીલ કરી હતી. વેરાવળ સ્ટેશન પર દ્વિચક્રિય વાહનોનું પાર્કિંગ આધિકારીક ફાળવાય નહીં, ત્યાં સુધી યાત્રિકોને પરેશાન નાથાઈ અને કાયમી પાર્કિંગ સુધી આર.પી.એફ. યાત્રિકોને સહકાર આપે.
વેરાવળ સ્ટેશન પર આવારા તત્વોની આવન જાવન પર રોક લગાવવી. વેરાવળથી ઉપાડતી દરેક ગાડીમાં આર.પી.એફ. ફાળવવા.
વેરાવળ થી ઉપડતી ચાર ગાડી માં સાઈડ પેન્ટ્રી આઇઆરસીટીસી દ્વારા આપેલ છે. તેમાં નિયત કરતાં વધુ ભાવ લેવાતો હોય તેમજ ભોજન ની ગુણવત્તા અને કોન્ટીટી અંગે ની ફરિયાદ મળે છે. જેની તપાસ કરવી.
વિશેષ પણ સામાન્ય ચર્ચાઓ થઈ, જેમાં ભાવનગરના એસીસી અને વેરાવળ સ્ટેશન માસ્ટર મહાપત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા હોવાની યાદી સ્થાનિક રેલવે કમિટી દ્વારા જણાવવામાં આવેલ છે.