- ગુજરાત હાઇકોર્ટએ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધા બાદ સર્વોચ્ચ અદાલતે કાર્યવાહી પર રોક લગાવી
- ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીને ફિશિંગ કેસમાં રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ 400 કરોડના માછીમારી કોન્ટ્રાક્ટ કૌભાંડ કેસમાં તેમની સામે ચાર્જ ફ્રેમ કરવા પર ચાર સપ્તાહનો સ્ટે આપ્યો છે.
જસ્ટિસ હેમંત પ્રચ્છકે ડિસ્ચાર્જ અરજી ફગાવ્યા બાદ આ સ્ટે આપવામાં આવ્યો હતો. આ કેસ 2008નો છે, જ્યારે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકી ગુજરાત સરકારમાં મંત્રી હતા. તેમના પર ટેન્ડર બહાર પાડ્યા વિના તેમના મળતિયાઓને 58 સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે. આ કેસમાં 400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. 2012માં ઈશાક મારડિયાએ બંને મંત્રીઓ સામે ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરી હતી. ગુજરાતના રાજ્યપાલ કમલા બેનિવાલે કેબિનેટની ઉપરવટ જઈને બંને મંત્રીઓ સામે તપાસની મંજૂરી આપી હતી. એસીબીએ તપાસમાં પુરુષોત્તમ સોલંકીને ક્લીનચીટ આપી હતી, જ્યારે દિલીપ સંઘાણી સામે આરોપો સાબિત થયા હતા. ગાંધીનગર સ્પેશિયલ કોર્ટે બંને મંત્રીઓ અને 6 સરકારી કર્મચારીઓ સામે કેસ દાખલ કર્યો હતો. બંને મંત્રીઓએ તેમની સામેની કાર્યવાહી પર સ્ટે મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.હાઇકોર્ટે તેમની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી, પરંતુ કાર્યવાહી પર ચાર સપ્તાહનો સ્ટે આપ્યો છે. 2014-15માં જામનગર ખાતે એક જાહેર સભામાં દિલીપ સંઘાણીએ કોર્ટની કાર્યવાહી અને કામગીરી પર ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણીને કોર્ટના તિરસ્કાર તરીકે ગણવામાં આવી હતી અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એસીબીએ પોતાની તપાસમાં 351 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ કેસ અને તપાસ અટકે એ માટે મંત્રીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી એક અરજી વર્ષ 2018માં નામંજૂર થઈ હતી. ત્યારબાદ બન્ને મંત્રીઓએ તેમની સામેની ફરિયાદ અને કેસની સુનાવણી અટકાવી દેવા માટે કરેલી અરજી થોડા દિવસ પહેલા હાઈકોર્ટે નામંજૂર કરી હતી. આ કૌભાંડ ફરી સંઘાણી અને સોલંકીની રાજકીય કારકિર્દીને ડામાડોળ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટમાં કેસમુક્ત થવાની અરજી માન્ય કરવામાં આવી છે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીને ફિશિંગ કેસમાં રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ 400 કરોડના માછીમારી કોન્ટ્રાક્ટ કૌભાંડ કેસમાં તેમની સામેની કાર્યવાહી પર ચાર સપ્તાહનો સ્ટે આપ્યો છે. જસ્ટિસ હેમંત પ્રચ્છકે તેમની ડિસ્ચાર્જ અરજી ફગાવ્યા બાદ આ સ્ટે આપવામાં આવ્યો હતો.