મોસમ બલતા જ અક્ષર લોકોના વાળ ખરવાની સમસ્યા થતી હોય છે. તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પાર્લર અને દવાઓ પર હજારો ખર્ચ કરી ચુક્યા છો તો હવે પરેશાન થવાની જરુર નથી. આ સમસ્યાનો ઉપાય તમારા ઘરના કિચનમાં જ છે. આ સરળ ઉપાયથી વાળ ખરવાની શુપક વાળ વગેરે જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
ખરતા વાળને રોકવા માટે તમે વાળમાં કપુરનું તેલ લગાવી શકો છો. આ તેલ સામે ઘરે જ આસાનીથી બનાવી શકો છો.
આ તેલ બનાવા માટે નારીયેલના તેલમાં કપુરનો ટુકડો નાખી એક એર ટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખી દો. તેનાથી કપુરનું અરોમા ખત્મ નહિં થાય અને તમે તેને ઇચ્છો ત્યારે લગાવી શકશો.
કપુરના તેલને વાળની અંદર સુધી ૧૫ થી ૨૦ મીનીટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યાર બાદ પાંચ મીનીટ સુધી તેને રહેવા દો. ત્યાર બાદ થોડા ગરમ પાણીમાં ટુવાલને ભીનો કરી વાળમાં ૫ મીનીટ સુધી રહેવા દો અને ત્યાર બાદ વાળને શેમ્પુથી ધોઇ લો. આમ તેના રેગ્યુલર ઉપયોગથી વાળ ખરવાનું બંધ થઇ જશે.