ભોજન, જીભ અને સ્વાદનું આપણાં જીવનમાં અનેરુ મહત્વ છે. પ્રત્યેક વ્યકિત સાથે આવું બનતું જ હોય છે કે જેની સામે ભાવતું ભોજન આવે ત્યારે જીભ કાબુમાં નથી રહેતી અને લાલ ટપકવા લાગે છે. આવા સમયે કયારેક વધુ પડતુ ગરમા ગરમ ભોજન સામે આવી જાય અને ખૂબ ભૂખ લાગી હોય એવા સંજોગોમાં ગરમ ભોજન જો મોંમા મૂકાઇ જાય તો બહુ મુશ્કેલીમાં મુકાઇ જવાય છે, અને કેટલાય દિવસો સુધી જીભને અન્ય સ્વાદથી અળગા રહેવું પડે છે.
આવુ આગળ કોઇ સાથે ન બને અને ગરમ ભોજનનો સ્વાદ પણ માણી શકાય તે માટે આજે આપણે કયારેક ઉતાવળથી ગરમ વસ્તુ ખવાઇ અથવા પીવાઇ જાય ત્યારે જીભની બળતરા દૂર કરવાના ઉપાય વિશે વાત કરીશું. જીભ પર કોઈ ગરમ વસ્તુ પડે છે તો ત્યાર પછીના કેટલાક દિવસો સુધી જીભ પર કોઈ વસ્તુઓનો સ્વાદ લાગતો જ નથી. આવું અનેક વાર તમારી સાથે પણ બન્યું હશે જ, તો આજે જાણી લો આવું થાય ત્યારે કયા સરળ કામ કરવાથી જીભની આ સમસ્યાને દૂર કરી શકાય છે.
ક્ષ મેન્થોલવાળી પીપર કે ચ્યુઈંગમ ચગળવી. ક્ષ દહીં ફ્રીઝમાં રાખી દેવું અને પછી તે ઠંડુ થઈ જાય પછી તેને ખાવું. ક્ષ જીભ પર દાઝ પડે ત્યારે થોડીવાર માટે મોં ખુલ્લુ રાખી શ્વાસ લેવો, જેથી ઠંડી હવા મોંમાં જશે અને બળતરમાં રાહત થશે. ક્ષ જીભ પર બરફનો ટુકજો રાખવો. દિવસ દરમિયાન થોડી થોડી કલાકે ઠંડા પાણીના કોગળા કરવા. ક્ષ જીભની દાઝ મટાડવા માટે તેના પર બદામનું તેલ લગાવવું.