અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલે નવાબ શાસિત રજવાડા વિરુઘ્ધ કડક વલણ
ન અપનાવ્યું હોત તો આજે જૂનાગઢ અને હૈદરાબાદ ભારતનો હિસ્સો ન હોત: રૂપાણી
વિશ્ર્વની સૌથી ઉંચી એવી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા કે જેનું નર્મદા ખાતે વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે ૩૧મી ઓકટોમ્બરના રોજ અનાવરણ થનાર છે. જેને લઇ ગુજરાતભરમાં એકતા રથયાત્રા ફરી રહી છે. આ એકતા રથ યાત્રા શુક્રવારે વડોદરામાં પહોચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. જેમણે વડોદરામાં જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે જો સરદારના હોત તો જુનાગઢ જવા માટે પણ વિઝા લેવાની ફરજ પડત.
સી.એમ. રૂપાણીએ સંબોધનમાં કહ્યું કે, આઝાદી બાદ સરકાર વલ્લભભાઇ પટેલે પુર્વ નવાબ શાસન વિરુઘ્ધ કડક વલણ અપનાવ્યું ન હોત તો ભારતીય લોકોએ આજે જુનાગઢ અને હૈદરાબાદ જવા માટે પણ વિઝા લેવા પડત. સરદારના કડક વલણના કારણે જ નવાબ શાસન વાળા જુનાગઢ અને હૈદરાબાદ રજવાડાઓ ભારતનો હિસ્સો બન્યા. સરદારે અખંડ ભારતની રચના કરી એટલે જઆ બંનેનો ભારત દેશમાં સમાવિષ્ટ થયો નહિંતર આ બંને સ્થળોએ જવા માટે પણ વિઝા લેવા પડત અને ત્યારબાદ જ ત્યાં જઇ શકત.
મુખ્યમંત્રી એ ઇતિહાસની વાત કરતાં વધુમાં જણાવ્યું કે, જુનાગઢ અને હૈદરાબાદે સ્વતંત્ર્યતા સમયે ભારતમાં વિલીન થવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ સરદાર પટેલે આ બંને રજવાડા વિરુઘ્ધ સૈન્ય કાર્યવાહી નો આદેશ કર્યો અને પરિણામે જુનાગઢ, હૈદરાબાદ ભારત સાથે જોડાયા રાજી થયા.