ધ પેસિફિક આઇલેન્ડનો રિપબ્લિક ઓફ પાલાઉ નામનો દેશ પોતાના ઇમિગ્રેશન કાયદાઓમાં પર્યાવરણને પ્રાથમિકતા આપી આગંતુકો અને પ્રવાસીઓ પાસે દેશના પર્યાવરણને સાચવવાની શપથ લેવડાવનારો પ્રથમ દેશ બન્યો છે. પાસપોર્ટ પર સિક્કો મરાવતા પહેલા પ્રવાસીએ ફ્લાઇટ દરમિયાન પાલાઉન દંતકથાનો વિડીયો ફરજિયાત જોવા બાબતના હસ્તાક્ષર કરવા પડે છે.

પોતાના દેશમાં ઇમિગ્રેશનના કાયદામાં પોતાના દેશમાં આવતા આગંતુકો કે પ્રવાસીઓ પાસેથી પર્યાવરણની જાળવણી રાખવાની શપથ લેવડાવનારો પ્રથમ દેશ બન્યો છે. ફ્લાઇટ દરમિયાન પાલાઉન દંતકથાના વિડીયોમાં આ દ્વીપ સમૂહ પરની નૈસર્ગિક સંપતિ પર થતું અતિક્રમણ દેખાડવામાં આવે છે. જેથી આ દ્વીપ સમૂહ પર પ્રવાસીઓ દ્વારા થતાં પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા આ વિડીઓ દેખાડવામાં આવે છે.

પાલાઉ લેગેસી પ્રોજેકટના ચારમાંથી એક ફાઉન્ડર લૌરા ક્લાર્કએ જણાવ્યુ હતું કે, પ્રવાસીઓને તેના આવવાથી ટાપુ પર થતી નકારાત્મક કે હાનિકારક અસરોથી વાકેફ હોતા નથી. જો કશુંક કરવામાં નહીં આવે તો પાલાઉ દ્વીપસમુહને ખાસ્સું ગુમાવવું પડશે. આ એગ્રીમેન્ટ પાલાઉના બાળકોને સમર્પિત છે જેમાં વચન આપવામાં આવે છે કે, એક પ્રવાસી તરીકે હું શપથ લઉં છુ કે, હું તમારા આ સુંદર અને અદ્વિતીય દ્વીપની જાળવણી કરીશ અને તેનું રક્ષણ કરીશ. આ ઉપરાંત આ શપથમાં કહેવામા આવે છે કે, તેઓ ધીમે પગલે ચાલશે, માયાળું રીતે વર્તન કરશે અને સજગતાથી વિચરણ કરીશ.

બેદરકાર વર્તન, ગંદકી કરવાની ટેવ અને દ્વીપ પરના રક્ષિત જાતિઓના પરવાળાને નુકશાન કરતા પ્રવાસીઓને તેમની આ હાનિકારકતા પ્રત્યે ધ્યાન દોરવા માટે આ અભિયાન ચાલવાવામાં આવ્યું છે. વધુમાં જો પ્રવાસીઓ આ કાયદાનો ભંગ કરશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું અહીંના અધિકારીઓએ જણાવ્યુ હતું.

પાલાઉ દુનિયાના સૌથી નાના દેશોમાંનો એક દેશ છે. અહીં માત્ર ૨૦૦૦૦ લોકોની વસતી છે અને અહીં દર વર્ષે અંદાજે દોઢ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. છેલ્લા ત્રણ વર્ષ પ્રવાસીઓના થયેલા ધસારાને કારણે અહીંના તંત્રને આ પગલાઓ લેવાની ફરજ પડી છે. ક્લાર્કએ વધુમાં જણાવ્યુ હતું કે, અમને આશા છે કે આ શપથથી પ્રવાસીઓમાં જાગરુકતા વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.