પહેલા બુસ્ટર ડોઝની સમય ધારણા નક્કી કરવામાં આવી હતી પરંતુ આજ રોજ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે તમામ ભારતીય નાગરિકો અને વિદેશ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓ હવે જરૂરિયાત મુજબ બૂસ્ટર ડોઝ મેળવી છે. માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે , “ભારતીય નાગરિકો અને વિદેશ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓ હવે ગંતવ્ય દેશની માર્ગદર્શિકા મુજબ સાવચેતીનો ડોઝ લઈ શકે છે.”
18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો જેમણે બીજા ડોઝના નવ મહિના પૂર્ણ કર્યા છે, તેઓ બુસ્ટર ડોઝ લેવા માટે પાત્ર છે. વિદેશ જતા લોકો હવે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર વચ્ચે હવે 90 દિવસ એટલે કે ત્રણ મહિનાનું અંતર રાખી શકશે, કેન્દ્ર સરકારે અંતર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
આ મુદ્દાની અગાઉ પણ ચર્ચા કરવામાં આવી હતી અને NTAGI નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનએ ભલામણ કરી હતી કે જેમને વિદેશ પ્રવાસ કરવાની જરૂર છે તેઓ નિયત નવ મહિનાની રાહ જોવાની અવધિ પહેલાં બુસ્ટર ડોઝ લઈ શકે છે. સરકારી ડેટા અનુસાર, દેશમાં બહુ ઓછા લોકોએ કોરોના રસીના ત્રીજા ડોઝની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપી છે.
તમને જણાવી દઈએ કે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 10 એપ્રિલથી બૂસ્ટર ડોઝ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે, કોરોના રસીના બીજા ડોઝ અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાનું અંતર હોવું જોઈએ.