ગર્લફેંડને ડેટિંગમાં લઇ જવી હોય પણ ખિસામાં પૈસા ન હોય તો?? કરો આ ઉપાયો….

કોલેજમાં ડેટિંગ :-

ડેટ પર જવુ કે કોઇને ડેટ પર લઇ જવુ એ તમારી લાઇફનો સૌથી સુંદર અનુભવ હોય છે પરંતુ કોલેજ કાળમાં તકલીફએ હોય છે કે તમારુ બજેટ ટાઇટ હોય છે આવા સમયે કોઇ ગર્લને ડેટ પર લઇ જવી હોય તો તેનો ખર્ચો કેવી રીતે ગર્લને ડેટ પર લઇ જવી હોય તો તેનો ખર્ચો કેવી રીતે કાઢવો? વળી ડેટિંગનો સિલસિલો આગળ વધે તો પછીના ડેટના ખર્ચા કેવી રીતે ઉઠાવવા આ સવાલ બોઇઝને પરેશાન કરતા હોય છે.જે માટે આજે તમને એવા ત્રણ આઇડિયા આપશુ જેનાથી તમે ડેટિંગની મજા પણ ખુબ માણી શકશો અને તમારા ખીસાનો પણ ભાર નહી પડે.

૧- મેટિની શો 

મેટિની શોમાં પિક્ચર જોવા જશો તો ખાલીખમ થિયેટર. ઉપરાંત તમને મૂવી ટિકિટ્સ પર એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે. અને વધારે પૈસા બચાવવા હોય તો બુધવારે સવારના શોમાં જાવ. આ દિવસે ઘણાખરા થિયેટર્સ સાવ સસ્તા ભાવે ટિકિટ્સ આપતા હોય છે.

૨- લોન્ગ વોક 

તમારી ડેટને તમારા શહેરની નજીક કોઇ સુંદર જગ્યાએ લઇ જાવ. રસ્તામાં તમારા દિલની વાત તેને કરો. લાંબા અંતરે ચાલતા ચાલતા વાતો કરવાની મજા જ કંઇ ઓર છે. તમે એક વાર ચાલતા ચાલતા સ્પોટ પર પહોંચી જાવ પછી તમે ત્યાં પિકનિક પણ મનાવી શકો છો.

૩- ગેમ મેરેથોન

ગેમ બોર્ડ કે વિડિયો ગેમ સાથે તમારો ટાઇમ વીતાવો તમને ખબર પણ નહીં પડે કે કલાકો કેવી રીતે વીતી જાય છે. તમે તેને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માંગતા હોય તો ફાઇટિંગ ગેમ્સ રમો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.