કાળી ચાના સેવનથી રોગપ્રતિકારક શકિત વધવા સાથે મળે છે અનેક ફાયદા

જો તમારે ચુસ્ત અને સ્ફૂર્તિલા રહેવું હોય તો કાળી ચાનો સ્વાદ માણવો જોઈએ. કાળી ચા પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શકિત વધવા સહિતના અનેક ફાયદા મળે છે. આપણા શરીરમાં ફ્રી રેડિકલના લીધે નુકસાન થાય છે. કાળી ચામાં રહેલા એન્ટી ઓકસીડન્ટસના લીધે આવા ફ્રી રેડિકલની ખરાબ અસર ઓછી થાય છે અને આપણે આરોગ્યમાં એકંદરે સુધારો થાય છે.

કાળી ચામાં ટેનીન-આલ્કેલાઈન:-

કાળી ચામાં રહેલા ટેનીનના કારણે તમને ચા પીવાનું મન થાય છે. ટેનીનથી ઈન્ફલુએન્જા, હિપેટાઈટાસ વગેરે વાયરસથી રક્ષણ મેળવી શકાય છે. કાળી ચામાં આલ્કેલાઈન હોય છે જેનાથી તમારી રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

હૃદયરોગનાં દર્દીઓ:-

જો તમને હૃદયરોગનો હુમલો આવી ગયો હોય કે હુમલો આવવાની શકયતા હોય તો તમે કાળી ચા પીને તેને અટકાવી શકો છો. કાળી ચામાં રહેલ ફલેવનોઈડ હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે. ફલેવનોઈડ લોહીમાંના ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. લોહીનું દબાણ પણ ઘટાડે છે. અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે જો તમે દિવસ દરમિયાન ચાર કલાકને અંતરે ત્રણ કપ કાળી ચા પીશો તો તમારા લોહીના દબાણમાં ઘટાડો થશે.

tea1

લોહીમાં ખાંડનું પ્રમાણ જાળવે:-

ભોજન લીધા બાદ પોણો કલાક પછી કાળી ચાનું સેવન કરવામાં આવે તો તમારા લોહીમાં ખાંડનાં પ્રમાણમાં ઘટાડો થાય છે જોકે તેમાં તમારો ખોરાક અને નિયમિત કસરત મહત્વનો ભાગ ભજવે છે.

કેફીન એકાગ્રતા વધારે:-

કોફી કરતા કાળી ચામાં કેફીનનું પ્રમાણ ઓછું હોય છે. સવારમાં એક કપ કાળી ચા પીવાથી તમારી એકાગ્રતા વધે છે જોકે કાળી ચા ભુખ્યા પેટે લેવી હિતાવહ નથી.

4. Thursday 2

કાળી ચાથી બેકટેરીયા વધે:-

કાળી ચામાં રહેલા તત્વોને લીધે તમારા શરીરમાં રહેલા અને શરીર માટે ઉપયોગી બેકટેરીયાનો વધારો થાય છે જેના લીધે તમારા આરોગ્યમાં સુધારો થાય છે. તમારી પાચન શકિતમાં પણ સુધારો થાય છે.

કાળી ચા બનાવવી સહેલી

કાળી ચા ઝડપથી અને સહેલાઈથી બનાવી શકાય છે. કાળી ચાના કેટલાક પાન લો તેમાં ઉકળતું પાણી નાખો અને પીવા માંડો. આ કાળી ચામાં તમે એક ચમચી ખાંડ, મધ કે ગોળ વગેરે પણ નાખી થોડીક ગળી પણ કરી શકો છો.

કાળી ચા પીવાથી તમને બે રીતે એસિડિટી થઈ શકે છે જો તમે એસિડિક હો અને અવાર-નવાર એસિડિટી થઈ જતી હોય તો તમારે કાળી ચા પીવાથી દુર રહેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.