પેટાળમાં સોનુ, હિરા છે જયારે જમીન ઉપર જંગલ છે. જંગલી ભેંસ સૌથી વધુ ઘાતક જાનવર : આ જંગલોમાં પશુ-પંખી, જીવ-જંતુઓની એક લાખથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે
આફ્રિકાના વાનરોએ પૃથ્વી પર થોડું વધારે ચુનોૈતી ભર્યા વાતાવરણમાં જીવીત રહેવાનું શીખી લીધું છે. જીરાફ, શાહમૃગ, હિપ્પો,હાઇના, સિંહ, હાથી, કાળો વિષધારી માંબા સાપ, મગર, ગોબર બીટલ, પંગોલીન જેવા જનાવરોનો સમાવેશ થાય છે સુવર્ણ ઘાસ મેદાને, ઘનઘોર જંગલ અને નદી જંગલો સાથે સુકા રણ વિસ્તારો જેવા આફ્રિકાના જંગલોમાં વન્ય જીવો માટે શ્રેષ્ઠ આરય સ્થાન છે. આ જંગલોમાં પ્રાણીઓ મુશ્કેલી ભર્યા વાતાવરણમાં સ્વ બચાવ સાથે જીવન ટકાવી રાખ્યું છે. એક બીજા સાથેની લડાઇ તેને તાકાત વર બનાવે છે. અહીં સૌથી મોટો ૬ ટનથી વધુ વજન ધરાવતો હાથી રહે છે, જે એક અજાયબી સમો છે. અહીં તેમની પ્રજાતિ લુપ્ત થવા પર છે. ૧૯૫ કિલોનો ગોરીલો વાંદરો તથા તેના પરિવારો રવાંડાના જંગલોમાં રહે છે.
દક્ષિણ આફ્રિકાના વન્ય જીવનમાં વનસ્પતિ અને જીવ જંતુઓ છે સવાના ના ઘાસના મેદાનો અને ત્યાંના જંગલોમાં ૨૯૭ પ્રજાતિ જોવા મળે છે. ૮૫૮ જેટલા વિવિધ કલર ફૂલ પંખીઓ તથા ર૦ હજારથી વધુ વૃક્ષોની પ્રજાતિઓ છે. અહીં નબીબીયા, બોટસવાનો, જિમ્બાવ્વે, મોજામ્બિક, જેવા ભાગો ૨૫૦૦ થી વધુ કિ.મી.માં ફેલાયેલા છે. આ જંગલોના સૌથી ઊંચા ભાગને હાઇવેલ્ડથી ઓળખાય છે. અહી ર૩૪ર૦ જેટલી વિવિધ વનસ્પતિ, વૃક્ષો જોવા મળી છે. દક્ષિણ આફ્રિકાને નવ ભાગમાં વહેચીએ તો બાયોમાં ફિનબોસ, કાટુ રેગિસ્તાન, નામા કફ, ઘાસના મેદાન, સવાના, અલ્બાની, હિંદ મહાસાગરના તટ વિસ્તાર અને જંગલો છે.
આવા વિશાળ જંગલોમાં જાનવરોની ઘણી પ્રજાતિ લુપ્ત થતી જોવા મળે છે, જેમાં સફેદ પૂંછડી વાળા ઉંદર, જંગલી કુતરા, બ્લુ વ્હેલ, ખિસકોલી સાથે સસલાની અમુક પ્રજાતિ ગંભી ખતરમાં છે. સવાના માં શાહમૃગ પુષ્કળ જોવા મળે છે. અહિંના પક્ષીઓ પ્રજાનન માટે બીજે સ્થળાં તર કરે છે. સરી સૃપની પણ ૪૪૭ જેટલી પ્રજાતિઓમાં કાચબા, ખિસકોલી, ગરોડી, સાંપ, દેડકાનો સમાવેશ થાય છે.દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય ઉદ્યાન ક્રુગર નેશનલ પર્વ છે. અહીં ઉત્તર-પૂર્વ – દક્ષિણ આફ્રિકામાં લિમ્પોયો અને મ્યુમ લંગાના પ્રાંતો ગણરાજયની સરકારે સંરક્ષિત કર્યા છે. ૧૯૨૬માં આફ્રિકામાં પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું હતું. ક્રુગર નેશનલ પાર્ક દુનિયાનો સૌથી મોટો છે. અહિં એક દેશથી બીજા દેશ સુધી જંગલો જોવા મળે છે.
આ જંગલો નયનરમ્ય કલર ફૂલ પંખીઓમાં ઓઇસ્ટરચૈચર, ક્રેન, શુગર બર્ડ, ક્રાઉન પ્લોવર, ગીધ, પેણ, હોર્ન બીલ, ગીની, શાહ મૃગ, બુનકર, સારસ, સેક્રેટરી બર્ડ વિગેરે જોવા મળે છે. હિપ્પો પોટેમસ, ચિત્તા, જીરાફ, ગેંડો, દિપડો, જીબ્રા અને હાથી આવા પ્રાણીઓને લીધે આફ્રિકન જંગલોને ચાર ચાંદ લાગ્યા છે.
જંગલો માટે વિશ્ર્વમાં જાણીતો દેશ એટલે દક્ષિણ આફ્રિકા અહીં જંગલો માટે અનોખુ વ્યવસ્થાપન છે. આ જંગલો ભારતનાં વન વિસ્તારો કરતાં અલગ પડે છે. અહીં ઘણાં જંગલોનું ખાનગીકરણ કરી નાખેલ છે. અહીં પેટાળમાં સોનુ અને હિરા છે. જયારે જમીન ઉપર જંગલ છે. જંગલોનો બે પથ છે એક હિંસક પ્રાણીઓનોને બીજો બિન હિંસક પ્રાણીઓનો દેશનાં કુલ વિસ્તારનાં ૭.૫ ટકા એટલે કે ૯૦ હજાર ચોરસ કિ.મી. જેવો છે. બીજી તરફ મોટી માત્રામાં બંજર જમીનો પડી છે. આવી જમીનોમાં જંગલમાં ફેરવવાના કરતબો બહુ ઝડપથી આગળ વઘ્યા છે.
ગેંડા જેવા આરક્ષિત પ્રાણીને રહેઠાણમાંથી બીજે લઇ જવા ઘણા કાગળીયા કરવા પડે છે. એવી જ રીતે સિંહ, હાથી, દિપડા જેવા પ્રાણીઓ છે. વધુ શિકાર થતાં હોય તેવા પ્રાણીઓ ખતરામાં છે. ગેંડાની હત્યા તેનાં શીગડા માટે કરાય છે. સિંહને તેના નહોર માટે, હાથીને દાંત માટે શિકાર કરાય છે.
જંગલી પ્રાણીઓ ઉપર વાયસનો ખતરો રહે છે. નવેમ્બર ૨૦૧૯માં ૩૩ સિંહોને કેનાઇન વાયરસનો ચેપ લાગતા સારવાર કરીને લાંબો સમય આઇસોલેશનમાં રખાયા હતા. આ વાયસરથી આપણા ગીરમાં ર૩ સિંહોના ટપોટપ મોત થયા હતા. ઉનાળાની ગરમીમાં આફ્રિકન જંગલોમાં સિંહ આરામ કરવાનું વધુ પસંદ કરે છે. કયારેક તો વૃક્ષો પર ચડીને બેસી જાય છે. આ જંગલોના સિંહ આપણાં સિંહ કરતાં મોટી સાઇઝમાં હોય છે. મુખ્યત્વે રંગ-કદમાં ફેર જોવા મળે છે.મસાઇમારા, શેરેનગટ્ટી, જેવા વિશાળ જંગલોમાં વિવિધ જાતનાં પ્રાણીઓ સાથે પર્યાવરણનું અફાટ સૌદર્ય જોવા મળે છે. અહીંના જાનવરો બીજા દેશો કરતાં આકાર અને તેની રચનામાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. દુનિયાનો સૌથી મોટો બીજા નંબર મહાદ્રીપ છે.જે લગભગ ૧ર મિલિયન વર્ગ મીલમાં ઉષ્ણકટિબંધ, વર્ષાવન, રેગિસ્તાન અને વિશાળ સવાના છે. અહીં બધી થઇ ને એક લાખ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. ધરતીપર રહેનારા બે ભારે જાનવરો હાથી અને જિરાફ વધુ જોવા મળે છે. અહીં માનવજાતીના નજીકના રિશ્તેદાર ચિંમ્પાજી વાંદરા બદલાતા સમય અને વિકાસ સાથે અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.
કોઇપણને પ્રકૃતિ, સૌદર્ય અને જીવનનો લય શિખવો હોય તો આ જંગલો એક શાળા છે. હરણની અહીં ૮૦ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં ઇમ્પાલા, ગઝેલ અને વાઇલ્ડબેસ્ટ સામેલ છે. બધા જ વાનરો આફ્રિકાના મૂળ નિવાસી જ છે. જંગલી ભેંસ સૌથી વધુ ઘાતક જાનવર છે. આફ્રિકાન સિંહો પાસે લાંબુ સ્વર યંત્ર હોવાથી તેની જોરદાર દહાડ બધાને ડરાવી મુકે તેવી છે.