યવનોનાં પ્રચંડ આક્રમણને જયારે કોઇ હટાવી શકયા ન હતા ત્યારે રામાયણે એનો સફળ પ્રતિકાર કર્યો હતોપુસ્તકો હરિમંદીરો સમાસશકત અને પ્રાણવાન છે!
‘જીવીશ બની શકે તો એકલાં પુસ્તકોથી’ એમ કહીને ‘કલાપી’એ પુસ્તકોને ‘પ્રાણવાન’ તરીકે ઓળખાવ્યા છે.વિનોબા ભાવેએ મહાન ગ્રન્થના સામર્થ્ય વિષે એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે, આપણા દેશ ઉપર યવનોએ કરેલા પ્રચંડ આક્રમણને એ વખતના કોઇ શૂરાઓ યુઘ્ધનીપૂર્ણા ખાલી શકયા નહિ ત્યારે રામાયણે તેમને સફળતાપૂર્વક ખાલી આપ્યા હતા….
જગતના મહાન વિચારકો અને સાહિત્યકારોએ પુસ્તકોને ઉત્તમ મિત્રના સ્થ્ાને સ્થાપ્યાં છે. ગાંધીજીએ પણ પુસ્તકોને સારામાં સારા મિત્ર ગણાવ્યા છે. કવિ ‘કલાપી’એ પણ કહ્યું છે ‘જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી’પુસ્તકોની દુનિયા એ એક એવી અદભુત સૃષ્ટિ છે, એક વાર માણસને એ રસ ચાખતાં આવડી જાય, ગમી જાય તો એના માટે સમગ્ર દુનિયા સાવ સમીપ હોય એવું અનુભવાય.
આ આધુનિક સમયમાં અતિ વ્યસ્ત માનવજીવનમાં વિવિધ વિષયો પરનાં વિધવિધ પ્રકારનાં પુસ્તકો માનવીને માહિતી, જ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય, મનોરંજન એમ વ્યાપક સ્તરે વિપુલ રસપાન કરાવે છે. તાજગી સાથે ચૈતન્ય આપે છે. એક એવી ફરીયાદ સતત ઉઠતી જોવા મળે છે કે, વાંચનરસ વાંચન સતત ઘટતું જઇ રહ્યું છે. માણસ પાસે સમય જ નથી! ચિંતા સેવવામાં આવે છે. આ બાબતની કેમ કે, પુસ્તકો તો આપણને સાંપ્રત જીવન, જીવન પ્રવાહો સાથે સાંકળનાર સેતુ સમાન છે. રોજેરોજ કેટકેટલા પુસ્તકો પ્રગટ થયાં કરે છે?! ના, બધા પાસે સમય નથી. રસ નથી એવું નથી હોતું. વાંચનારા સમય કાઢી લેતા હોય છે. કયારેક સમયની વાચકની નાડ પારખી એ પ્રમાણે સાહિત્ય પીરસવું પ્રગટ કરવું એ પણ અનિવાર્ય બનતું હોય છે. એમ ખુદ સત્તાધીશોએ નોંઘ્યું છે.
પુસ્તકાલયના સંદર્ભમાં પુસ્તકની ભૂમિકા વિશે થોડુંક જોઇએ તો કાગળની શોધ થયા અગાઉ માટી, પથ્થર તથા ધાતુ પર લખાણો લખાતાં, આ લખાણો અભિલેખ તરીકે ઓળખાય છે. ત્યારબાદ નાઇલ નદીને કાંઠે ‘પેપાઇરસ’નામની વનસ્પતિમાંથી સપાટ પડ બનાવીને તેના પર લખાણો થતાં. તેવા પડને ગોળ વાળવામાં આવતાં, આ ઉપરાંત પ્રાણીનાં ચામડાં, ઝાડની છાલ, તાડપત્ર વગેરે ઉપરનાં લખાણો જોવા મળે છે.
આવા લખાણોના સંગ્રહોને અત્યારે સંગ્રહસ્થાનો તરીકે ઓળખવામાં આવે છે. કાગળની શોધ થયા પછી હસ્તલિખિત ગ્રંથો અસ્તિત્વમાં આવ્યા, આવા સંગ્રહોને ગ્રંથભંડાર તરીકે ઓળખવામાં આવે છે. મુદ્રણકળાની શોધ પછી મુદ્રિત પુસ્તકો, સામયિકો, નકશાઓ, વર્તમાનપત્રો વગેરે અસ્તિત્વમાં આવ્યા. કાગળ પછી રાસાયણિક પદાર્થો પરનાં લખાણો જેમ કે માઇક્રોફિલ્મ, માઇક્રોકાર્ડ, ટેપ રેકોર્ડ, ગ્રામોફોન રેકોર્ડ વગેરે અસ્તિત્વમાં આવ્યાં છે. આવા સંગ્રહોને આપણે પુસ્તકાલય કહીએ છીએ, પુસ્તકના પ્રકારોમાં પ્રેરણાદાયી પુસ્તક માણસનું જીવન પર બદલી શકે છે. માહિતપ્રદ પુસ્તકો માણસનું જ્ઞાનભંડોળ વધારે છે. મનોરંજન પુસ્તકો વાચકનું દિલ બહેલાવે છે. આમ, પુસ્તક એ રજુ થયેલ જ્ઞાનનો ભૌતિક એકમ છે.
આધુનિક પુસ્તકાલયોનો ઇતિહાસ દોઢસો વર્ષથી વધુ જુનો નથી. ઇંગ્લેન્ડમાં ઇ.સ. ૧૮૫૦માં જાહેર ગ્રંથાલયનો કાયદો પસાર થયા પછી આધુનિક પુસ્તકાલયો અસ્તિત્વમાં આવ્યાં. પુસ્તકાલયમાં જ્ઞાન કે માહીતીનું વિતરણ મહત્વનું છે. ગ્રંથાલયમાં કેટલા પુસ્તક છે તે કરતાં વર્ષ દરમિયાન કેટલાં પુસ્તકો વર્ષ દરમિયાન વંચાતાં હોય તે આદર્શ ગ્રંથાલય ગણાય છે. જાહેર ગ્રંથાલયોના વિકાસમાં દાનેશ્વરી રી એન્ડુ કાર્નેગીની ફાળો મહત્વનો છે.
તેમણે ધનિક તરીકે ન મરવું તેવું નકકી કર્યુ હતું. તેમણે જીવનભરની કમાણી ગ્રંથાલયો સ્થાપવામાં અને તેમના વિકાસમાં વાપરી, મફત કેળવણીની સાથે મફત જાહેર પુસ્તકાલયોની સેવા શરુ થઇ. તેમા ‘યુનેસ્કો’એ જાહેર ગ્રંથાલયની વ્યાખ્યામાં લવાજમ કે ફ્રી લીધા સિવાય વાચન સામગ્રીનું વિતરણ કરનાર સંસ્થા તરીકે ગણાવીને જાહેર પુસ્તકાલયોની સેવાને પુષ્ટિ આપી છે. મારી દ્રષ્ટિએ પુસ્તકાલય એ જ્ઞાનની ભૂગોળ છે. કઇ માહીતી કયાં પુસ્તકમાંથી મળશે તેનો ખ્યાલ પુસ્તકાલયો આપે છે. પુસ્તકાલય તરફથી અપાતી કેટલાંક ઉદાહરણો જાણવાં અહીં રસપ્રદ થશે.
વાચનના સુપુપ્ત મગજમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ પુસ્તકાલયો દ્વારા સંતોષાય છે. પુસ્તકાલયમાં તેમના વિષયના વિભાગમાં ઘણાં પુસ્તકો જોવા મળશે કે જેનો તેમને ખ્યાલ પણ ન હોય, પુસ્તકાલય, રુપી અપાતી સેવાઓ એ ગ્રંથાલય પર આધારીત છે. તે પુસ્તકાલયને જીવંત બનાવે છે. જ્ઞાન કે માહીતી અંગેના નાના તેમ જ મોટા પ્રશ્નોના ઉકેલ પુસ્તકાલય દ્વારા મળી શકે છે.
વિદેશમાં વધુ અભ્યાસ માટે જવું હોય તો કંઇ યુનિવર્સિટી કે કોલજેમાં કયા અભ્યાસક્રમો ચાલે છે. ત્યાં કેવા પ્રકારની સ્કોલરશીપ મળે છે. વગેરે માહીતી પુસ્તકાલય આપી શકે છે. કોઇ વ્યકિતનું બહુમાન થાય કે એવોર્ડ અગાઉ કોને-કોને અને કયારે મળ્યા હતા તેની માહીતી પણ પુસ્તકાલય આપી શકે છે. ટુંકમાં જીવનની કોઇપણ મૂંઝવણનો ઉકેલ પુસ્તકાલય આપી શકે છે. માટે જે પુસ્તકોને ‘સાથી’ગણવામાં આવ્યાં છે.
ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના પિતામહ કહેવાતા ડો. એમ.આર. રંગનાથનના ગ્રંથાલયસેવા અંગેના કાયદાઓના ઉલ્લેખ સાથે હું સમાપન કરું છું. (૧) પુસ્તકો ઉપયોગ માટે (ર) દરેક વાચનકે પુસ્તક મળો (૩) દરેક પુસ્તકને વાચન મળો (૪) વાચકોનો સમય બચાવો (પ) પુસ્તકાલય ચિર-વર્ધમાન છે
આપણા દેશના ખૂણે ખૂણે અને કેટલાક વિદેશોમાં પણ રામાયણ, મહાભારત, શ્રીમદ્દ ભાગવત, મહાત્મા ગાંધીજીના સત્યના પ્રયોગો (આત્મકથા) એ માનજાનને જબ‚ ‘બળ અને જોમ જુસ્સો લક્ષ્યા છે’. નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર રવિન્દ્રનાથ ટાગોરે પણ તેમના પુસ્ત્કો ગ્રન્થો દ્વારા એવું પ્રસ્થાપિત કર્યુ છે કે પુસ્તકો માનવ સમાજ અને રાષ્ટ્ર માટે કલ્પનામાં ન આવે એટલા પ્રણવાન તેમજ સંજીવની સમા બન્યા છે.
આપણા દેશના નેતાઓ અને રાજકર્તાઓએ આ વાત સુવર્ણાક્ષરે નોંધવી જોઇએ અને જન જન સુધી પહોંચે એમ ઘોષિત કરવી જોઇએ. કે આપણા દેશને જો સાચા અર્થમાં સમૃઘ્ધ, સંપત્તિવાન, વિદ્યાવાન અને બુઘ્ધિમાન બનાવો હશે તો નાના મોટાં અનેક ગ્રન્થાલય ઊભાં કરવા પડશે અને અને પુસ્તકો પુસ્તકાલયો હરિ મંદીરો તેમજ ધર્માલયો સમા સશકત તથા પ્રાણવાન છે એ સ્વીકારીને એની વૃઘ્ધિ માટે ખાસ બજેટ ફાળવવા પડશે.
આનાં સુઆરું સંચાલન માટે નિષ્કપટ પ્રબુઘ્ધોની સેવાઓ લેવી પડશે. આ પ્રોજેકટનું ફલક સ્થાનીક સંસ્થાઓ સુધી વ્યાયક હોય અને આમાં કોઇ ગાદીલક્ષી અને મતિભષ્ટ રાજકારણી ન હોય અને અનિવાર્ય બની રહેશે.