વજન ઓછું કરવા માટે શરીરનું ડિટોક્સિફિકેશન જરૂરી હોય છે અને લાલ મરચાનું સેવન આ કામમાં ઘણું ફાયદાકારક રહે છે.
શરીર ઉતારવાના તમારા સતત પ્રયત્નો પછી પણ જો તમે શરીર ઓછું કરી શકતા નથી તો લાલ મરચું તેમાં તમારી મદદ કરશે. વજન ઓછું કરવા માટે શરીરનું ડિટોક્સિફિકેશન જરૂરી હોય છે અને લાલ મરચાનું સેવન આ કામમાં ઘણું ફાયદાકારક રહે છે. જો સંતુલિત પ્રામણમાં તેનું સેવન કરવામાં આવે તો વધતા વજનને કંટ્રોલમાં લાવી શકાય છે.
મેટાબોલ્જિયમને મજબૂત બનાવવા માટે સવારે લાલ મરચા વાળી લેમન ટી પીવાનું શરૂ કરો. શરૂઆતમાં લાલ મરચાના પાઉડરને અડધી ચમચી લેમન ટીમાં મિક્સ કરો. આ ડ્રીંકનું સેવન કરવાથી વજન ઓછું કરવાનું શરૂ થઇ જાય છે.
લાલ મરચું શાકભાજીના સ્વાદને વધારી દે છે અને તમે લીલા શાકભાજી ખાવાથી બચો છો તો તેની સાથે લાલ મરચાનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.બીન્સ અને શાકભાજી વાળા સલાડ લાલ મરચું અને લીંબૂનો રસ મિક્સ કરીને ખાવાની ટેવ પાડો.