ગમે તેવી કપરી પરિસ્થિતી આવે પરંતુ એમાંથી પણ કંઈક સારું શોધી લેવાની કળા જો તમને આવડી જાય તો માનો કે તમે અત્યંત પોઝિટિવ છો.
જે લોકો જિંદગીમાં ખૂબ જ ઝડપી નિરાશ થતાં ન હોય એવા લોકો બહુ લાંબું જીવે છે.
આશાવાદ અને હંમેશાં સારું જ થશે તેવી હકારાત્મક વિચારધારા ધરાવતા લોકો સ્વસ્થ રહી શકે છે.
આશાવાદી વલણ ધરાવતી મહિલાઓને કેન્સર, હાર્ટડિસિઝ, સ્ટ્રોક, શ્વશનતંત્રના રોગો કે ઈન્ફેક્શનના કારણે અચાનક મૃત્યુ વાનું જોખમ ઘટે છે. ગંભીર રોગોનું જોખમ ઘટે તે માટે વ્યક્તિની માનસિક સ્વસ્થતા ખુબ જરુરી છે.