આજકાલની દોડધામવાળી જિંદગીમાં આપણે ખોરાકને છેલ્લી પ્રાયોરિટીમાં મૂકી દીધો છે. પરંતુ પોષક યુક્ત ખોરાક આપણા જીવન અને સારા સ્વાસ્થ્ય માટે ઘણું મહત્વનું છે. જો તમારે પણ તમારા સ્વાસ્થ્ય ને સારું રાખવું હોય અને રોગ મુક્ત જીવન જીવવું હોય તો તમે પણ તમારા રોજિંદા જીવનમાં આ ચાર વસ્તુનું સેવન કરો.
જીરું
જીરું ને ડાયટમાં સામેલ કરવાની બે રીત છે. રાત્રે જીરું ને પાણીમાં પલાળી રાખો અને સવારે સૌથી પહેલા તે પાણી પીવું અથવા પાણીને ઉકાળો ત્યારે તેમાં એક ચપટી જીરું નાખી દેવું. તેનાથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ યોગ્ય રહેશે.
ઘી
ઘીને સુપરફુડ માનવામાં આવે છે. ઘી માખણની સરખામણીમાં પચવામાં સરળ હોય છે. ઘી ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢે છે.
ગરમ દૂધ
ઠંડા દૂધ કરતાં ગરમ દૂધ પચવામાં સરળ રહે છે. આયુર્વેદમાં હૂંફાળા દૂધને પવિત્ર માનવામાં આવે છે. જો તેને યોગ્ય રીતે લેવામાં આવે તો શરીરના બધા જ દોષો બેલેન્સમાં રહે છે તથા શરીરને શક્તિ પ્રદાન કરે છે.
આદુ
ચા હોય કે કોઈપણ પ્રકારની ડીશ, ભારતમાં આદુ વગર આ બધાનો સ્વાદ ફિક્કો લાગે છે. આયુર્વેદમાં આદુને દરેક વસ્તુની દવા માનવામાં આવેલ છે. તે ખોરાક પચાવવામાં મદદ કરે છે અને સાથોસાથ માસિક પીડા માંથી પણ રાહત અપાવે છે.