આવો લખીએ સાથે મળીને એકતાની ગૌરવ ગાથા: માઁ ઉમા ખોડલ પરિવારનું સ્તુત્ય પગલું
ઘણાં લાંબા સમયથી ભારત તથા ભારતની બહાર વસતા લેઉવા પટેલ અને કડવા પટેલના લોકો એક મેકના બનવા પ્રયત્નો કરી રહ્યા છે. આ માટે બંને સમાજના લોકોને વારંવાર એવું લાગ્યું કે સમગ્ર ભારત તથા ભારપ બહારના લોકો માટે કોઇ સંસ્થા કાર્યરત કરીને આ બંને સમાજને એક નેજા હેઠળ ભેગા કરીએ એવું બંને સમાજના લોકો ઇચ્છે છે, ભારતભરમાં આ કાર્ય માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે. આ બધી સંસ્થાઓનો સુમેળ કરીને તેમજ બંજે સમાજના લોકોને સાથે રાખીને સમય અને સંજોગો અનુકુળ બનાવી લેઉવા તથા કડવા પટેલને એક પરીવારમાં લઇ જવા માટે આ સંસ્થા માં ઉમા ખોલડ પરીવાર ટ્રસ્ટ દ્વારા આ ભગીરત કાર્યમાં સંપૂર્ણ પણે સફળતા માટે તેવા પ્રયાસો તરફ આ સંસ્થા હંમેશા કાર્યરત રહેશે.ગુજરાત અંદર સૌરાષ્ટ્ર્ર ના ગામોમાં જ રહે છે. જેથી ભરીને કોઇ સંસ્થા રાજકોટ લેવલે કાર્યરત થાય તે ખાસ જરુરી હતું ઉપરોકત બધા મુદાઓને ઘ્યાનમાં લઇ મહેશભાઇ સાવલીયા તથા દિનેશભાઇ ખાનપરા તથા પીનલબેન સાવલીયા ના અઘ્યક્ષ સ્થાને રાજકોટ લેવલે માં ઉભા ખોડલ પરીવાર ટ્રસ્ટ નામની સંસ્થા ચાલુ કરી સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં રહેતા બંને સમાજના એક એક લોકો સુધી પહોંચી લેઉવા અને કડવા પાટીદાર બંને સમાજને એકત્ર કરી અને માત્ર પાટીદાર તરીકે ઓળખાય એવા સંકલ્પ સાથે આ સંસ્થા શરુ થઇ છે. આ સંસ્થા ચાલુ કરવા માટેના મુળભુત ઉદશો છે. શિક્ષિત યુવક અને યુવિતઓ માટે રોજગારીનું માઘ્યમ ઉભુ કરવું, બંને સમાજના દીકરા-દીકરીએ વચ્ચે લગ્ન વ્યવહારનું આયોજન કરાવવું, શિક્ષણ વ્યવસ્થાઓ ઉભી કરવી, મેડીકલ સુવિધાઓ ઉભી કરવી, સમાધાન પંચની રચના કરવી,સમય અને સંજોગોની અનુકુળતા- પ્રતિકુળિતા મુજબ ઉપરોકત હેતુઓમાં કામ કરશુ તથા પાટીદાર સમાજની જે કોઇપણ જરુરીયાત હશે તેવું આ સંસ્થા દ્વારા કાર્ય કરવામાં આવશે. આ ટ્રસ્ટમાં હાલ નીચેની ટીમ સંપૂર્ણપણે કાર્યરત છે.ટ્રસ્ટના આગેવાનો સભ્યો આજે અબતક કાર્યાલયની મુલાકાતમાં આવ્યા ત્યારે તેમણે ઉપરોકત વિગતો આપી છે.જેમાં મહેશભાઇ સાવલીયા, દીનેશકુમાર ખાનપરા, પીનલબેન સાવલીયા, અમીતકુમાર ઘોડાસરા, સંદીપભાઇ સાવલીયા, કમલેશભાઇ ભાલોડી, રાજેશભાઇ, ભરતભાઇ, મુકેશભાઇ , વિશાલભાઇ સહીતના સભ્યો સામેલ હતા.