યુવાન દેખાવવું કોને નથી ગમતું? પરતું આજકાલની આપણી જીવનશૈલી અને આપણી આદતો આપણને જલ્દીથી ઘરડા બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે જો સારી આદતોને કેળવવામાં આવે તો આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ તેમજ તે વ્યકિતને યુવાન રહેવામાં વધુ મદદરૂપ થાય છે. આપણી અમુક આદતોને છોડીને આપણે ઘડપણ આપણા થી દુર રાખી શકીએ છીએ. ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલીથી તમારા જીવન પર ઘણી ખરાબ અસર પડે છે. તેના કારણે તમે રોગનો શિકાર બની શકો છો. અને સમય પહેલા વૃદ્ધ પણ થઈ શકો છો.
ખરાબ જીવનશૈલીની આદતો સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાને પણ અસર કરે છે. ખરાબ આદતોના કારણે વ્યક્તિને સમય પહેલા અનેક રોગો ઘેરી લે છે, તેની ત્વચા પણ નિસ્તેજ દેખાવા લાગે છે અને તેના ચહેરા પર કરચલીઓ પડી જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ તેની ઉંમર કરતા મોટી દેખાય છે.
- તણાવને કહો અલવિદા:
તણાવ એ શરીરને માનસિક થાક આપે છે. આપણું મગજ ઘણા બધા તણાવનો સામનો કરવા માટે સક્ષમ છે, પરંતુ આ તણાવ લાંબા સમય બાદ શરીરને નૂકશાન કરે છે તેમજ વ્યક્તિ જલ્દીથી વૃદ્ધ દેખવવા લાગે છે.દરેક સમયે તણાવમાં રહેવાને કારણે ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. સતત તણાવને કારણે શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. સંશોધકોના મતે, તંદુરસ્ત વૃદ્ધત્વ માટે લાગણીઓને નિયંત્રિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તણાવથી દૂર રહેવા અને ખુશ રહેવા માટે યોગ અને ધ્યાનનો સહારો લઈ શકાય છે.
- અનિંદ્રા:
આજની આ ભાગદોડ વાળી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ પૈસા કમાવવા પાછળ દોટ મૂકી રહ્યા છે ,દીવસ અને રાત જોયા વિના કાર્ય કરતા હોય છે. અતિશય શ્રમ કર્યાં બાદ શરીરને જરૂરી એવા પૂરતા પ્રમાણમાં આરામની પણ આવશ્યકતા હોય છે. દરેક વ્યકિતએ ઓછામાં ઓછી 8 કલાકની પૂરતી ઊંઘ તો લેવી જ જોઈએ, જે શરીરને સ્વસ્થ અને મનને પ્રફુલ્લિત રાખે છે.અનિંદ્રાને કારણે વિચારવાની ક્ષમતામાં 4-7 વર્ષ સુધીનો ઘટાડો આવી શકે છે. ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ ડર્મેટોલોજીમાં પ્રકાશિત થયેલા અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખરાબ ઊંઘ લેનારની ત્વચા ઝડપથી વૃદ્ધ થાય છે. જે મહિલાઓ પૂરી ઊંઘ લેતી નથી, તેમની ત્વચા પર પ્રી-મેચ્યોર એજિંગના લક્ષણો દેખાવા લાગે છે. તેથી, વૃદ્ધાવસ્થાના લક્ષણો દૂર રાખવાને કારણે ઊંઘના ચક્રને યોગ્ય રાખવું જરૂરી
- વધુ પડતો ઓનલાઈન સમય પસાર કરવો:
છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે લોકોનો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર જઈ રહ્યો છે. લોકોનો સ્ક્રીન ટાઈમ ઘણો વધી ગયો છે. એજિંગ એન્ડ મિકેનિઝમ્સ ઑફ ડિસીઝમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, કમ્પ્યુટર અને સ્માર્ટફોનમાંથી નીકળતી વાદળી લાઈટ આપણી આંખો અને ત્વચા પર ખૂબ જ ખરાબ અસર પાડે છે અને તેના કારણે વૃદ્ધત્વની પ્રક્રિયા વધે છે. વાદળી લાઈટ મગજ અને આંખોના કોષો બંનેને નુકસાન પહોંચાડે છે. તેના બદલે તમારો સમય ઑફલાઇન પ્રવૃત્તિઓ જેમ કે પુસ્તક વાંચવા અથવા કંઈક લખવામાં પસાર કરો. આનાથી મગજ પણ તેજ થાય
4. ધુમ્રપાન તેમજ દારૂનું અતિશય સેવન:
ધૂમ્રપાન કરનારાઓના ચહેરા પર કરચલીઓ પડી જાય છે. ધૂમ્રપાન દરમિયાન નીકળતો ધુમાડો મુક્ત રેડિકલનું કારણ બને છે. તેના કારણે તમારી ત્વચા સમય પહેલા વધુ પરિપક્વ દેખાવા લાગે છે.ઉંમર કરતા વધારે મોટા દેખાવા લાગીએ છીએ.વધુ પડતો દારૂનું સેવન પણ વ્યક્તિને જલ્દી વૃદ્ધ કરી દે છે, બીમારીઓને પણ નોતરે છે. વધુ પડતા આલ્કોહોલ પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે, જેની અસર ત્વચા પર પણ જોવા મળે છે. આ સિવાય ફેટી લિવર, કોલેસ્ટ્રોલ વગેરેની સમસ્યા રહે છે
- સફેદ ઝેર ઘડપણને નોતરે છે:
ખાંડ અને મીઠાનું વધુ પડતું સેવન એ શરીર માટે ઝેર સમાન છે. ઘણા લોકોને કાચી ખાંડ અને વધુ માત્રામાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવાની આદત હોય છે ત્યારે તે શરીરને અત્યંત નૂકશાન પોહચાડે છે.વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તેનાથી શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. આ સિવાય ત્વચા પણ નિસ્તેજ દેખાય છે.ખાંડનું વધુ પડતું સેવન પણ વ્યક્તિને અકાળ અને બીમાર બનાવે છે. ત્વચામાં કોલેજન અને ઇલાસ્ટિન નામના બે પ્રોટીન જોવા મળે છે, જે ત્વચાને હાઇડ્રેટેડ અને ચમકદાર રાખે છે. પરંતુ વધુ માત્રામાં ખાંડનું સેવન કરવાથી આ બંને પ્રોટીન નબળા પડી જાય છે અને વ્યક્તિની ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે. સમય પહેલા તેના ચહેરા પર ઉંમરની અસર દેખાવા લાગે છે. આ સિવાય સુગર ડાયાબિટીસ અને અન્ય સમસ્યાઓનું કારણ પણ બને છે.
6. અપૂરતું પાણી પીવું:
આપણું શરીર 70% પાણીથી બનેલું છે. જે લોકો ઓછું પાણી પીવે છે, તેઓ ડીહાઈડ્રેશનની સમસ્યાથી પણ પરેશાન થઈ શકે છે. ડિહાઇડ્રેશનને કારણે શરીરના ઝેરી તત્વો બહાર નથી નીકળી શકતા અને સમય પહેલા અનેક પ્રકારની બીમારીઓ પરેશાન કરવા લાગે છે. આ સિવાય તમારી ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે અને વ્યક્તિ અકાળે વૃદ્ધ દેખાય છે.