આ ભાગદોડની જીંદગીમાં આપણે ઘણીવાર આપણી સારસંભાળ રાખવાનું ભૂલી જઈએ છીએ. આપણા શરીરની સાથે આપણા વાળને પણ યોગ્ય પોષણ અને સંભાળની જરૂર હોય છે. પણ શું આપણી પાસે આ માટે સમય છે ? ના, તો આપણે તંદુરસ્ત ખાવા માંગીએ છીએ અને ન તો આપણી પાસે તે વધારાની સંભાળ માટે સમય છે. આ બધું જ આપણા વાળને નુકસાન કરે છે. તમારે વાળની ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે જેમ કે ખોડો, વાળ ખરવા, તૂટવા, વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે.
આજના સમયમાં કેટલીક મહિલાઓ તેમના લાંબા વાળની કાળજી લેવા માટે કેટલાક પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તેમ છતાં તેમના લાંબા વાળ ધીમે ધીમે ખરવા અને તૂટવા લાગે છે. તેનાથી બચવા માટે તેઓ ઘણા પ્રકારના મોંઘા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરે છે. પણ તેમના વાળ ન તો મુલાયમ બને છે અને ન તો તૂટતા અટકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાથી ચિંતિત છો. તો અજમાવો આ કિવી હેર માસ્ક જે તમારા વાળને સુંદર અને વધારવા માટે ઉપયોગી બને છે.
ચમકદાર વાળ માટે કિવી હેર માસ્ક
કિવી દેખાવમાં લીલો અને સ્વાદમાં થોડો ખાટો અને મીઠો હોય છે. લોકો કિવીનો ઉપયોગ તેમના શેક, સલાડ જેવી અનેક પ્રકારની વાનગીઓમાં કરે છે. કીવીમાં વિટામિન E સહિત ઘણા પોષક તત્વો રહેલા છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
પણ શું તમે ક્યારેય વાળ માટે કીવીનો ઉપયોગ કર્યો છે? કીવીમાં રહેલા પોષક તત્વો વાળને ચમકદાર અને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે હવામાં રહેલા ભેજને કારણે વાળ ચીકણા અને બરડ બની જાય છે. ત્યારે જો કિવી માસ્ક વાળ પર લગાવવામાં આવે તો વાળ ફરીથી સુંદર બની શકે છે.
કિવી હેર માસ્ક બનાવવા માટેની સામગ્રી
- કિવિ – 1 મોટો ટુકડો
- નાળિયેર તેલ – 2 ચમચી
- કપૂર-1 મોટો ટુકડો
- જાસૂદના પાંદડા – 2 ટુકડાઓ
કિવિ હેર માસ્ક કેવી રીતે બનાવવું
કિવી હેર માસ્ક બનાવવા માટે પહેલા તેનો પલ્પ અલગ કરો. કીવીના પલ્પમાં 2 ચમચી નારિયેળ તેલ અને કપૂર ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. સાથોસાથ જાસૂદના પાંદડાને બ્લેન્ડરમાં પીસીને સરસ સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. તેમજ કીવીની પેસ્ટમાં જાસૂદના પાંદડાની પેસ્ટ ઉમેરીને તેને સારી રીતે બ્લેન્ડ કરીને પેસ્ટ તૈયાર કરો. તમારે આ પેસ્ટને એવી રીતે તૈયાર કરવાની છે કે તે થોડી જાડી રહે. ત્યારબાદ આ માસ્ક તૈયાર છે.
કિવિ હેર માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો
વાળ પર કિવી હેર માસ્ક લગાવતા પહેલા વાળને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ માથાની ચામડી સાફ કર્યા પછી વાળને બે ભાગમાં વહેંચો અને હેર માસ્ક લગાવો. કિવી હેર માસ્ક લગાવ્યા પછી તમારા વાળને શાવર કેપથી ઢાંકી દો. તમારે ઓછામાં ઓછા 1 કલાક સુધી તમારા વાળ પર કિવી હેર માસ્ક લગાવવો પડશે. જ્યારે કિવી હેર માસ્ક હળવા હાથે સુકાઈ જાય ત્યારે વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. ચોમાસામાં વાળની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે અઠવાડિયામાં એકવાર કિવી માસ્કનો ઉપયોગ કરી શકો છો.
વાળ પર કિવી હેર માસ્ક લગાવવાના ફાયદા
કીવીમાં વિટામિન Cઅને E જેવા પોષક તત્વો ચોમાસામાં ખરતા વાળ અને તૂટતા વાળને ઘટાડે છે. આ માસ્કમાં હાજર ઝિંક અને મેગ્નેશિયમ માથાની ચામડી પરની ગંદકીને દૂર કરે છે. સાથોસાથ આ ડેન્ડ્રફની સમસ્યાથી પણ બચાવે છે. કિવી હેર માસ્ક એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને ચોમાસામાં હવામાં ભેજને કારણે ડેન્ડ્રફની સમસ્યા હોય છે. તેમજ કીવીના ફળમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક પણ હોય છે. તે ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણને વધારે છે. જે તમારા વાળની ભેજ જાળવી રાખવામાં મદદ કરી શકે છે.
વાળને મુલાયમ બનાવે છે
કીવીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ તત્વો તમારી ખોપરી ઉપરની ચામડીના ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે. જેના કારણે વાળની ચીકાશ દૂર થાય છે જેનાથી વાળ મુલાયમ બને છે. સાથોસાથ તે કુદરતી મોઈશ્ચરાઈઝરનું પણ કામ કરે છે. તેમાં ઘણા વિટામિન્સ પણ હોય છે જે ડેમેજ થયેલા વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
વાળ ખરતા અટકાવે છે
કીવીમાં વિટામીન C અને E ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો ચોમાસામાં ખરતા વાળ અને તૂટતા વાળને ઘટાડે છે. તેમજ લાંબા અને જાડા વાળ માટે તમે કિવીમાંથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. જે તમારા ખરતા વાળ અને તમારા વાળને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
વાળ તૂટતા અટકાવે છે
વાળ તૂટતા અટકાવવા માટે તમે કીવી સાથે એક સરસ હેર પેક બનાવી શકો છો. આ માટે તમારે કીવી અને નારિયેળ તેલની જરૂર પડશે. જે તમારા ડેમેજ થયેલા વાળ માટે ખૂબ ફાયદાકારક છે.