દેશનો આયકર વિભાગ બેંકના ખાતા સાથે પાનકાર્ડનું જોડાણ ફરજીયાત બનાવવાની દિશામાં ટેક ઓફ કરી શકયું હોય તેમ આયકર વિભાગે જાહેરાત કરી છે કે આવતા મહિનેથી એવા કરદાતાઓને જ રીફંડ મળશે કે જેમના બેંક ખાતા સાથે પાનકાર્ડનું જોડાણ થયેલું હશે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, માર્ચ ૧ ૨૦૧૯થી રીફંડ સીધા જ બેંક ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ જે બેંક ખાતાઓ સાથે પાનકાર્ડનું લીંકઅપ થશે તેવા ખાતામાં જ રીફંડ જમા થશે. આયકર વિભાગે બે દિવસ પહેલા માર્ગદર્શિકા જાહેર કરીને કરદાતાઓ માટે બેંક ખાતાઓ સાથે પાનકાર્ડનું લીંકઅપની જાહેરાત કરી હતી. આયકર વિભાગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કરદાતાઓ પરના બેંક ખાતાઓની સ્થિતિમાં પાનકાર્ડ સાથે જોડાયેલી વ્યવસ્થામાં રિફાઈલીંગ વેબસાઈટ પર HTTPS:/www.incomtaxindiaeffiling.gov.in કરવાથી જાણી શકાશે. જે ખાતેદારોના ખાતા પાનકાર્ડ સાથે જોડાયેલા નથી તેવા ખાતેદારોને તેમના ખાતા ધરાવતી બેંકની શાખાઓને જરૂરી દસ્તાવેજો રજુ કરવા પડશે.
પાનને આધારકાર્ડ સાથે જોડવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. જે લોકો ઈન્કમટેક્ષ રિર્ટન ભરતા હશે તેમણે ૩૧ માર્ચથી અમલ કરવો પડશે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ ઈન્કમટેક્ષ વિભાગ ૪૨ કરોડ પાનકાર્ડ ઈસ્યુ કરવાના લક્ષ્ય દરમિયાન ૨૩ કરોડ પાનકાર્ડના આધાર સાથે લીંકઅપ કરવામાં આવ્યા છે. જોકે આધાર યુડઈ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. પાનકાર્ડને ૧૦ વિઝિટ નંબર એલર્ટ કરવામાં આવ્યા છે.
હવે ઈન્કમટેક્ષ રિફંડ મેળવવા માટે કરદાતાઓને બેંક ખાતા સાથે પાનકાર્ડ જોડવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.