કોરોના મહામારીના કારણે ઘણીબધી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી .તેમાની એક સેવા હતી દાર્જેલિંગની ટોય ટ્રેન સેવા જે ત્યાંના મુસાફરી માટે હોય છે .આ સેવા છેલ્લા નવ મહિનાથી બંધ છે .નાતાલ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી આ ટ્રેન શરૂ થવાની છે .
કોરોના મહામારીમાં લોકડાઉન પછી રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકી ગઈ હતી. આ સેવા શરૂ થવાથી આગામી દિવસોમાં રાજ્યની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.
ડી.એચ.આર(દાર્જિલિંગ હિમાલયન રેલ્વે) દ્વારા મળેલી માહિતી અનુસાર ,દાર્જિલિંગ જિલ્લા વહીવટીતંત્રએ બુધવારે ટોય ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.ડીએચારનાં નિયામક એ.કે મિશ્રાએ જણાવ્યું હતું કે, કોવીડ-૧૯ મહામારીમાં આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રમકડાંની આ સેવા શરૂ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની જરૂરી હતી. બુધવારે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પરવાનગી મળી ગઈ છે અને આ સેવા ૨૫ ડિસેમ્બરથી દેશના બધા જ નાગરિકો માટે શરૂ કરવામાં આવશે.
ડી.એચ.આરને ૧૯૯૧માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.આ મુસાફરી કરનાર તમામ મુસાફરોને રાજયસરકારની કોવીડ સબંધિત માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરવાનું રહેશે.