કેટલાક સ્થળો એવા પણ હોય છે. જેના વિશે આજે પણ લોકો અજાણ છે. તેમજ ‘મહારાષ્ટ્ર’એ ભારતના એવા સ્થળોમાંથી એક છે જ્યાં એડવેન્ચરની સાથે જ એક્સપ્લોર કરવા ઘણા સ્થળો અહી મોજુદ છે તો ચાલો જાણીએ મહારાષ્ટ્ર નજીક એવા કેટલાક સ્થળો વિશે…
૧- તરકર્લી :
મહારાષ્ટ્રના સાઉથ વેસ્ટ અંત પર આવેલુ એક નાનકડુ ગામ છે જ્યાં સમુદ્રનુ પાણી ખુબ જ સ્વચ્છ હોય છે જેથી તેમાં રહેલ માછલીઓ પણ તરતી જોવા મળે છે તેથી અહીં ફિશિંગ કરવાનું ખૂબ જ સરળ બને છે.
૨- તદોબા નેશનલ પાર્ક :
તદોબા ટાઇગર રિઝર્વ, પ્રખ્યાત નેશનલ પાર્ક છે જ્યાં ઘણા ટાઇગર્સને એકસાથે જોઇ શકાય છે. મહારાષ્ટ્રમાં તદોબા સૌથી મોટું નેશનલ પાર્ક છે અહી ટાઇગર્સ સેવિંગ માટે અંદાજિત ૪૩ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે.
૩- હરિ હરેશ્ર્વર
મુંબઇથી ૪ કલાકની મુસાફરી નક્કી કરીને રાયગઢ પહોંચી શકો છો જ્યાં હરિ હરેશ્ર્વર વસેલું છે જે ચારે તરફથી હર નિશાંચલ, હરિ હરેશ્ર્વર, બ્રહ્મદરી અને પુષ્પાદરી પહાડોથી ઘેરાયેલુ છે.
૪- પાલૂ
મુંબઇથી ૩ કલાકની સફર અને તમે પહોંચી જશો પાલૂ આવીને તમે કોઇ અલગ જ દુનિયામાં આવી ગયા હોવાનો અહેસાસ ધરાવે છે. ગ્રીનરી અને વોટરફોલથી આ નજારો અદ્ભુત બનાવે છે.