વરસાદી મૌસમ કોને ના ગમે. એમાં પણ રીમ જિમ રીમ જિમ વરસાદ આવતો હોય અને એક કપલ બારેપહેલી વાર ફરવા નિકડ્યા હોય તો આની મજ જ કૈંક અલગ છે. વરસદમાં પલડવું બધાને ગમે છે.આમાં પણ ચાલુ વરસાદે ફ્રેન્ડ સાચે ગરમા ગરમ ચા, પકોડા, ભજીયા હોય તો આની મજાજ કૈંક અલગ છે. આ બધી મજા માત્ર ઘરમાં બેસીને જ ન લેવી જોઈએ વરસાદની સાચી મજા માણવા માટે ક્યાંક બારે નિકડવું અને એનું આનદ ઉઠાવવો જોઈએ. તો ચાલો આજે અમે તમને કેટલાક એવા થાળો વિષે જણાવીશું જ્યાં વરસાદની આ સિઝનનો તમે અનેરો આનંદ ઉઠાવી શકો છો.
કર્ણાટકનો સૌથી સુંદર હિલસ્ટેશન કુર્ગ છે. આ હિલસ્ટેશન ચોમાસામાં પોતાનો એક અલગ જ રૂપ ધારણ કરી લે છે. અંહિની સુંદર ખીણ, ચા-કોફીના બગીચા, સંતરાના બગીચા, અંહિની નદીઓ, ઝરણા વગેરે… અંહી આવા ઘણા સ્થળો છે જે તમારા મન ને મોહી લેશે. તો એકવાર આ ચોમાસાની સિઝનમાં જરૂર મુલાકાત લો કર્ણાટકના આ કુર્ગ હિલસ્ટેશનની.
કેરલનો સૌથી સુંદર સ્થળ મુન્નાર છે. અંહી એક સાથે ત્રણ નદીઓનો સંગમ થાય છે. જેમાં મુધીરપુઝા, નલ્લઠન્ની, અને કુંડાલી નો સમાવેશ થાય છે. આમ તો આ સંગમ બારે માસ જોવા મળે છે. પરંતુ તેનો સૌથી સુંદર નજારો ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. આ ઉપરાંત અહીંની સુંદર આંબોહવા લોકોના મન ને મોહી લે છે. સુંદર નજરા વડુ આ મુન્નારને ‘સાઉથનું કશ્મીર’ માનવમાં આવે છે.
જરાક વિચારો…. હિમાલયની સ્ંદર ગિરિમાળાઓની વચ્ચે તમને રનબે રંગે અનેક ફૂલો જોવા મળશે અને એને સુંગંધ તમારું મન આકર્ષિત કરશે. સ્વાભાવિક છે કે ફૂલોની સુગંધ બધાને ગમે છે તો આ સુંદર અહેશાસ તમને માત્ર ઉત્તરાખંડની વૈલી ઓફ ફ્લાવર્સમાં જ મળશે. આ જગ્યાએ તમને 400 થી વધારે આગળ આગળ પ્રકારના ફૂલો જોવા મળશે. ચોમાસાની ઋતુને યાદગાર બનાવવા માટે એક વાર જરૂર આ જગ્યાની મુલાકાત લ્યો.
જો તમને વરસાદમાં પલડવું અને વરસાદ થી આનંદ મળતો હોય તો તમારે માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ ચેરપુંજી છે. ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ થાય છે. સ્વાભાવિક વાત છે કે જ્યાં વરસાદ હોય ત્યાં હરિયાળી તો જોવા મળે જ છે. તો હરિયાળીનો અનેરો આનંદ પણ તમે આ ચેરાપુંજીમાં મેળવી શકો છો. અને જો તમે નેચરલ લૂક માણવા માંગતા હોય તો આ સૌથી મહત્વનુ સ્થળ છે અંહી તમે તમારા ફોટોશૂટ પણ કરી શકો છો.
જો તમે વરસાદનો ખરે ખર આનંદ માણવા માંગતા હોય અને આ ચોમાસાની સિઝનને તમારે યાદગર બનાવી હોતી તો એકવાર જરૂર આ શાલોની મુલાકાત કરશો.