શરીરને તંદુરસ્ત રાખવા માટે વિવિધ પ્રકારના ખોરાકનું સેવન કરતા હોય છે. તેમજ નિયમિત કસરત કરતા હોય છે. આ તમામ વચ્ચે લોકો પાણી પીવાનું ટાળે છે. ત્યારે તેના પગલે તમને કેટલાક રોગો થવાની શક્યતામાં વધારો થાય છે. તો કેટલાક લોકોને પાણી પીવુ હોય છે. પરંતુ તેની તરસ લાગતી નથી. તો આજે આપણે જાણો કે કઈ ટીપ્સનો ઉપયોગ કરી પાણી પી શકાય છે.
સવારે ખાલી પેટે 2 – 3 ગ્લાસ નવશેકું પાણી પીવાથી તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તેથી સવારે ઉઠતાની સાથે જ પીવામાં આવેલુ પાણી તમને દિવસભર હાઇડ્રેટેડ રાખે છે.
કેટલાક લોકો આળસના કારણે પાણી પીવાનું ટાળે છે. આમ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યામાં વધારો થાય છે. ત્યારે આનાથી બચવા માટે તમારે પાણીની બોટલ સાથે રાખવાની આદત કેળવવી જોઈએ. જેથી તરસ લાગે ત્યારે સરળતાથી પાણી પી શકો.
ઘણા લોકો વ્યસ્ત શિડ્યુલના કારણે ખાવા પીવાનું ભુલી જતા હોય છે. ત્યારે આવી સ્થિતિમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે મોબાઈલમાં અથવા તો ઘડિયાળમાં રિમાઈન્ડર મુકવુ જોઈએ.
જો તમને સાદું પાણી પીવાનું પસંદ ના હોય તો તમે પાણીમાં ફ્લેવર એડ કરીને પણ પાણીનું સેવન કરી શકો છો. જેમ કે લીંબુ પાણી, આદુ અથવા મધ જેવી ઘણી વસ્તુઓ ઉમેરી શકો છો. આ ફક્ત તમારા સ્વાદને જ નહીં વધારશે પણ તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે.
શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે તમારા આહારમાં કાકડી, તરબૂચ, દ્રાક્ષ અથવા નારંગી જેવા હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરી શકો છો. તે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખશે.
તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી પાચનક્રિયા સારી રહે છે. આ સાથે જ શરીરમાં અન્ય બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.