મિત્રો… આવનારી 5 ઓગસ્ટના એક દિવસ આવાનો છે જે આપની જીંદગીનો એક મહત્વનો દિવસ તરીકે સાબિત થઈ શકે છે. જિહા…આવતી 5 ઓગસ્ટ આટલે કે આવતા રવિવારે ફ્રેંડશિપ ડે છે જે દરેક વ્યક્તિ એક નવા ફ્રેન્ડ ની રાહ જોતું હોય છે. આ અનુરૂપ આજે અમે તમને એક એવી વાત જણાંવશું જે તમારી મિત્રતાને આગળ વધારવામાં મદદ રૂપ થશે.
દરેક વ્યક્તિના જીવનમાં એક એવો મિત્ર તો હોય જ છે જેને આપણે આપની તમામ વાતું શેર કરતાં હોય છી. અને એ વ્યક્તિ આપણી તમામ પરિસ્થિતિમાં સાથ આપવા માટે તૈયાર હોય છે. તે આપણાં સુખમાં તો સાથે રહે જ છે પરંતુ આપણાં દૂ:ખમાં પણ હંમેશા સાથે જ રહે છે. આવો મિત્ર દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે અને આ મિત્રને આપણે કોઇ દીવસ આપણાં થી અલગ થવા દેવા માંગતા નથી. માટે તમારે જો આ મિત્રતાને કૃષ્ણ અને સુદાની જેમ સદાય માટે જીવતી રાખવી હોય તો ધ્યાનમાં રાખો આ બાબતો.
ક્યારેય પણ મિત્રના સંબંધનમા પોતાને મોટો સમજવાની કોશિસ નઇ કરવાની. કારણકે એક મિત્રતા જ એવી છે જેમાં તું મોટો ને તું નાનો એવી તુલના કરવામાં આવતી નથી. અને જો આ તુલના જ્યારથી કરવામાં આવશે તો તમારી મિત્રતા બગડી શકે છે.
મિત્રતાના સંબંધો લોહીના સંબંધ કરતાં પણ વધુ ગાઢ હોય છે તેવું કહી શકાય છે. તેથી તમે તમારા મિત્રને જાણીજોઈને પણ કોઈ દિવસ દગો ન દેવો જોઈએ. તમને જણાવી દઈએ કે મિત્રતા હંમેશા પ્રેમ, સમર્પણ અને ત્યાગ પર ટકે છે.
મિત્રતામાં ક્યારેય કોઈપણ વસ્તુનું તારું કે મારૂ ન થવું જોઈએ જો આ બાબત તમારી મિત્રતાને હંમેશા ટકાવી રાખવામા મદદ કરે છે.
જેવી રીતે હસતો ચહેરો એક નવા સંબંધને જન્મ આપે છે તેવીજ રીતે હસતો ચહેરો તમામ મુશ્કેલીઓ ને હલ કરી નાખે છે. માટે તમે તમારા મિત્રો સાથે હંમેશા હસતાં જ રહો.
તમારા મિત્રની મદદ માટે હંમેશાને માટે ઉત્શુક રહો તેના કોઈપણ કામમાં તેની છેલ્લે સુધી મદદ કરો.
જો મિત્ર કોઈ બીજા ખરાબ માર્ગે જાય તો તેને એ માર્ગથી છેટ્ટો રાખવો આ પણ એક સાચી મિત્રતાનો જ ગુણ છે.
આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી મિત્રતા પણ કૃષ્ણ અને સુદામા જેવો રંગ લાવશે.