કોઇ પાર્ટીમાં જવાનું હોય કે પછી કોઇપણ ફંક્શનમાં જવાનું હોય ત્યારે આપણે એકદમ સજીધજીને જઇએ છીએ.તમે કપડાની સાથે-સાથે તમારી ઇઅરિંગ્સ પર ધ્યાન આપશો તો તમારો લુક એકદમ ચેન્જ થઇ જશે.તમે ચહેરાના હિસાબે ઇઅરિંગ્સ પસંદ કરો.જાણો ક્યા ફેઈશ પર કેવી ઈઅરિંગ્સ શોભશે.
હાર્ટ શેપ ફેસ પર પહોળી અને લાંબી ઇઅરિંગ્સ સારી લાગે છે.
તમારો ફેસ ઓવલ શેપ છે તો તમે લકી છો કારણકે તમારા પર દરેક પ્રકારની ઇઅરિંગ્સ સૂટ થાય છે. આમ, જો તમે કંઇક સ્પેશિયલ દેખાવવા ઇચ્છો છો તો ટિયરડ્રોપ, પર્લ્સ અને સ્ટડ્સ પણ ટ્રાય કરી શકો છો. ધ્યાન રાખો કે, તમારી હેડ સાઈઝ અને બોડી સ્કેલના પ્રપોર્શનમાં હોવી જોઈએ.
સ્ક્વેર ફેસ માટે તેવા ઇઅરિંગ્સ પહેરો જે વાઈડ ઓછા અને લાંબા વધારે હોય. તમારા માટે બેસ્ટ એ જ રહેશે જે નીચેથી કવર્સ ઇઅરિંગ્સ, નાના સરક્યુલર ઇઅરિંગ્સ, મોટા ઓવલ ઇઅરિંગ્સ પણ તમારી પર મસ્ત લાગે છે.