તમને કોઇ પૂછે કે આઇસ્ક્રીમ ભાવે છે ? તો શે કે આતે કોઇ પ્રશ્ન છે ? ભલુ આઇસ્ક્રીમ કોઇને ન ભાવતુ હોય તેવુ બની શકે ખરુ ? આમ તો આઇસ્ક્રીમ બારે માસ હોય છે. અને હવે વિશનિ પણ માની લીધુ છે કે આઇસ્ક્રીમ જાદુ છે. તાજેતર યેલા એક અભ્યાસ મુજબ આઇસ્ક્રીમ મુડ સુધારવા ઉપરાંત તમને સ્માર્ટ પણ બનાવે છે.
જાપાનમાં અભ્યાસ મુજબ સવારે નાસ્તા દરમ્યાન આઇસ્ક્રીમ ખાવાથી દિવસભર તમે વધુ એનર્જેટીક અને પ્રોડક્ટીવ કામ કરશો તેમજ તમારુ મગજ પણ વધુ દોડવા લાગે છે. ક્યોરીને યુનિવર્સિટીના પ્રોફસરના પ્રયોગ મુજબ તેમણે એક ગૃપને સવારમાં સૌથી પહેલા આઇસ્ક્રીમ ખાવાની અને ત્યાર બાદ કામ શરુ કરવાની સલાહ આપી ગૃપ એ અને બી માંથી રોજ સવારે આઇસ્ક્રીમ ખાનારા લોકો સામાન્ય કરતા વધુ સક્રિય રીતે કામ કરવા સક્ષમ બન્યા હતાં.
સવારે આઇસ્ક્રીમ ખાવાી એલર્ટનેસ અને ક્ષમતા વધે છે. જો કે લોકોનું એ પણ માનવું છે કે આઇસ્ક્રીમમાં રહેલા ગ્લુકોઝથી આ પ્રકારના પરિણામો આવી રહ્યાં છે. ખેર જે હોય છે હું તો કાલે સવારમાં બેલ્જીયમ ચોકલેટ આઇસ્ક્રીમ ખાવાની તમારો શું વિચાર છે ?