ભૂજમાં કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન વિવિધ કાર્યક્રમો સંપન્ન
કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન ભુજ દ્વારા મહાકાળી માતાજીની ભાવના તથા સ્તવન સ્પર્ધા અને વિવિધ કાર્યક્રમો સમાજવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં એકમ ભવન ભજ મધ્યે યોજયા હતા.
કાર્યક્રમના પ્રારંભે પરમપૂજ્ય મુનિરાજ ભાગ્યોદય સાગરજી મ.સા. માંગલિક શ્રવણ કરાવતાં જણાવ્યું હતું કે ભગવાન ન બની શકીએ પણ ભગવાન બનવાનું બીજ વાવી શકીએ. ભૌતિકવાદ વધી રહ્યું છે જેના કારણે દરેક સમાજને નુકસાન થઈ રહયું છે. સુખની અંદર ભેળસેળ નહીં ચાલે. જીવનમાં ગુણનો વિકાસ આપણને મોક્ષનાં માર્ગ લઈ જશે. સુખી બનવું હોય તો પરમાત્માનાં વચનોને અનુસરી. પરમાત્માનાં માર્ગને અનુસરી, શ્રાવક ધર્મને અનુસરો.
મહાકાળી માતાજીની ભાવનામાં ગીતાબેન લોડાયા, જયાબેન મુનવર, હીનાબેન લોડાયા, દુલારીબેન નાગડા, દિલીપ મોતા, પ્રબોધ મુનવર, હીરાચંદ છેડા, અમીતા જૈન તથા કાર્યકર ભાઈ-બહેનોએ રમઝટ જમાવી હતી.રચનાબેન સોની ઉપસ્થિત રહયાં હતાં. છેલ્લા અઢી વર્ષ દરમિયાન અવસાન પામનાર સમાજનાં પૂર્વ પ્રમુખ સહિત સમાજનાં 16 ભાઈ-બહેનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવેલ. જૈનરત્ન અને રાજ્યનાં પૂર્વમંત્રી તારાચંદભાઈ છેડાની સેવાઓને બિરદાવી ભાવાજંલિ આપવામાં આવેલ.
સ્તવન સ્પર્ધા, હાઉજી ગેમ, કચ્છી શબ્દ સ્પર્ધા, જ્ઞાતિગૂંચ ઉકેલ સ્પર્ધા વિજેતાઓને ઈનામોથી નવાઝવામાં આવેલ. ઉપસ્થિત બાળકોને પણ ગીફટ આપવામાં આવેલ. કાર્યક્રમના દાતા માતા કસ્તુરબાઈ હીરાચંદ મુનવર પરિવારનાં જયાબેન પ્રબોધ મુનવરનું કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન ભુજ દ્વારા બહુમાન કરવામાં આવેલ.
કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન ભુજ તથા કચ્છી દશા ઓસવાળ જૈન યુવક મંડળ દ્વારા આગામી યોજનારા કાર્યકમોની જાહેરાત હીરાચંદ છેડા તથા તુષાર જૈને કરેલ. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવર તથા હીરાચંદ છેડાએ જ્યારે આભાર દર્શન દિલીપભાઈ મોતાએ કરેલ.