કોરોના કટોકટીના આ કપરા માહોલમાં અત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં આ નવા વાયરસથી કેમ બચવું તે યક્ષ પ્રશ્ન થઈ ગયો છે હોળી આ બીમારી કાચીંડા ના રંગ ની જેમ દિવસે દિવસે લાક્ષણિકતા અને ગુણધર્મ બદલી રહી છે કાલે કોરોના ની બીમારીનો ઈલાજ કંઈક ઓર હોય તો આજે તેને બચવા માટે કંઈક નવી ટેકનોલોજી હિમાયત કરવામાં આવે છે વાઇરસ પણ દિવસે દિવસે તેના રૂપ રંગ તીવ્રતા બદલતો રહેશે હવે તો નવા સ્ટેનમાં સંક્રમણ ની તીવ્રતા પણ વધી છે અને કોરો નું સંક્રમણ લાગ્યું છે કે કેમ તેની પણ વિમાસણ ઉભી થાય તેવી રીતે જે વ્યક્તિને કોઈ પણ રોગના તાવના ઉધરસના કે કોરોના ના સામાન્ય ગણાતા લક્ષ્ણ માંથી એક પણ લક્ષણ ન હોય તેવી વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે છે બીજી તરફ સંપૂર્ણપણે સાજા સ્વસ્થ અને ઉંમરનો કોઈ બાધ વગર પણ કોરોના પોઝિટિવ આવે છે ત્યારે હવે આ બીમારી માં  અનુમાન કે પૂર્વધારણા કરવાનું પાલવે તેમ નથી દરેક વ્યક્તિએ સમયસર ટેસ્ટ કરાવવાની કાળજી રાખવાની સાથે સાથે ખોટી શંકા કુશંકાઓ અને આત્મબળ જરા પણ નબળું પડવા ન દેવા નીચીવટ રાખવી પડશે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ અને ઇમ્યુન પાવર કોરોના માટે શસ્ત્ર ગણવામાં આવે છે ઉપરાંત તાજેતરના નવા સંશોધનો માં કોરોના થી બચવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિની સાથે સાથે આત્મબળ અને આત્મવિશ્વાસ પણ અનિવાર્ય બન્યું છે કોરોનો આપણને કંઈ જ કરી શકવાનું નથી તેઓ આત્મવિશ્વાસ કદાચિત કોરોના સંક્રમણ લાગુ પડે તો પણ ઝાઝી વાર ટકવાનું નથી અત્યારે ઇમ્યુન પાવર ની સાથે સાથે આત્મબળ ની કસોટી કરવાનો સમય પણ આવી ગયો છે હૈયે હામ હોય તો કોઈ કઈ બગાડી ન શકે આ કહેવત કોરોના ના કિસ્સામાં અક્ષર સાબિત થાય છે આત્મવિશ્વાસ અને મનોબળ થી કોરોના થી બચી શકાય છે સમાજમાં ઘણા એવા વ્યક્તિઓ છે કે જે સામાજિક જીવન અને સક્રિય રીતે બહાર અવર-જવર કરતાં હોય પણ જરૂરી સાવચેતી અને આત્મવિશ્વાસના કારણે બીજા વાયરામાં પણ નીરોગી થઈને રહેવામાં સફળ થયા છે ઘણા એવા લોકો છે જે ખૂબ જ તેને તાકીદે થી રહે છે પરંતુ સતત ભયભીત અવસ્થાના કારણે પોઝિટિવ થઈને મુશ્કેલીમાં મુકાઇ જાય છે મતલબ એ નથી કે આત્મવિશ્વાસના અતિરેકથી કોરોના ને સામેથી આમંત્રણ આપવું પરંતુ ગઢ મનોબળ અને આત્મવિશ્વાસની સાથે-સાથે તકેદારી રાખવાથી દુનિયા માટે ગંભીર બનેલી આ મહામારી થી સરળતાથી બચાવ કરી શકાય તેમ છે શરીરને ઇમ્યુંન પાવર થી પ્રતિકારક શક્તિ મળે તેવી જ રીતે આત્મવિશ્વાસથી પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે કોરોના ને આત્મવિશ્વાસ સાથે મોટો વાંધો પડતો દેખાય છે કોરોના થી બચવું હોય તો માસ્ક સામાજિક અંતર સેનેટ રાઈઝર સાથે સાથે આત્મવિશ્વાસ પણ જરૂરી છે દરેકે સમજી આ મહામારીમાં આત્મવિશ્વાસ ને સાચવવાની તકેદારી રાખવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.