કેન્સર એક ઘાતક રોગ છે, પરંતુ એમાં પણ સંપૂર્ણ ક્યોર શક્ય છે જો એનું નિદાન વહેલું ઈ શકે તો. વહેલું નિદાન ત્યારે જ શક્ય બને જ્યારે એનાં ચિહ્નોને જલદી ઓળખીએ અવા તો રેગ્યુલર ચેકઅપ કરાવીએ. વહેલા નિદાન અને એને કારણે શરૂ તો વહેલો ઇલાજ ોડો સસ્તો પડે છે અને ખૂબ લાંબો ચાલતો ની તા માણસ સંપૂર્ણપણે કેન્સરમુક્ત પણ બની શકે છે

કેસ-૧ : વિલે પાર્લેમાં રહેતી એક જોઇન્ટ ફેમિલીમાં પોતાનાં બાળકોને ઉછેરતી ૪૦ વર્ષની એક વિધવા સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર નીકળ્યું હતું. જ્યારે ડોક્ટર પાસે ગયાં ત્યારે ખબર પડી કે કેન્સર તો ખૂબ ફેલાઈ ગયું છે અને તે સ્ત્રી ત્રીજા સ્ટેજ સુધી પહોંચી ગઈ છે. જ્યારે ડોક્ટરે તેમને કહ્યું કે તમે પહેલાં કેમ નહોતાં આવ્યાં ત્યારે તે ીનો જવાબ હતો કે હું ખૂબ જ ડરી ગઈ હતી અને ર્આકિ સધ્ધરતા ન હોવાને કારણે મારી હિંમત જ ન ઈ કે હું ડોક્ટર પાસે જાઉં અને મારા રોગનું નિદાન કરાવડાવું. જોકે તેની આ એક ભૂલને કારણે કેન્સર ખૂબ ફેલાઈ ગયું. આજે તે ીનો ઇલાજ તો ચાલી રહ્યો છે, પરંતુ એ સંપૂર્ણ ક્યોર ઈ શકશે કે કેમ એ એક સવાલ છે.

કેસ-૨ : ઘાટકોપરના એક વેપારીને વર્ષોી સ્મોકિંગની આદત છે. ઘણું કર્યું પણ આદત છૂટી નહીં અને આમ ને આમ વર્ષો વીતતાં ચાલ્યાં. પરિવારજનોએ પણ આ આદતને સ્વીકારી લીધી હતી. જ્યારે જે શે એ જોયું જશે એમ સમજીને બધા જીવ્યે જતા હતા. આખરે એ દિવસ આવી ગયો અને જ્યારે નિદાન યું ફેફસાંના કેન્સરનું ત્યારે ઘણું મોડું ઈ ચૂક્યું હતું. ચાર મહિનાના ઇલાજના અંતે પણ કંઈ હા ન આવ્યું અને આખરે જીવ ખોવાનો વારો આવ્યો.

કેન્સર એક ઘાતક બીમારી છે એટલું તો સૌકોઈ જાણે છે. આજી ૧૦-૧૫ વર્ષ પહેલાં કેન્સરનું નામ પડતાં જ લોકો ઘણા ગભરાઈ જતા અને તેમને લાગતું કે હવે જીવન પૂરું ઈ ગયું. ધીમે-ધીમે મેડિકલ સાયન્સે પ્રગતિ કરી અને આજે કેટલાબધા લોકો કેન્સર હોય તો પણ એની સો હેલ્ધી જીવન જીવે છે. જે બન્ને ઉદાહરણ ઉપર ટાંકવામાં આવ્યાં છે એના પર ધ્યાન આપીએ તો બન્ને દરદીઓની પોતાના રોગ પ્રત્યેની બેદરકારી સાફ દેખાઈ આવે છે. પોતાને તકલીફ હોવા છતાં કોઈ પણ જુદા-જુદા કારણસર વખત હોવા છતાં ડોક્ટર પાસે ન જવાની નાનીઅમસ્તી ભૂલને કારણે કેન્સર જીતી ગયું અને દરદીઓ હારી ગયા. આ નાનીઅમસ્તી ભૂલ કોઈ ન કરે અને કેન્સર વિશે પ્રત્યેક વ્યક્તિ જાગ્રત થાય એ માટે આજે કેટલીક મૂળભૂત વસ્તુઓ વિશે આપણે જાણીએ.

ક્યોર શક્ય છે

કેન્સરી લડવું શક્ય છે અને કેન્સર હોવા છતાં સંપૂર્ણ રીતે ક્યોર વું પણ શક્ય છે એવી દૃઢતા સો કહેતાં મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ ઑન્કો સજ્ર્યન ડોકટર કહે છે, કેન્સરના ચાર સ્ટેજ હોય છે. આ એક એવી બીમારી છે જે સ્ટેપ પ્રમાણે શરીરમાં ફેલાતી જાય છે. એ કેટલી ધીમે કે કેટલી જલદી ફેલાય છે એ બાબતે કંઈ કહી શકાય નહીં, પરંતુ જો એ પહેલા કે બીજા સ્ટેજમાં હોય તો એ બીમારી એ ભાગ પૂરતી જ સીમિત હોય છે. એી સહેલાઈી એ ભાગને દૂર કરીને એનો ઇલાજ શક્ય બનાવી શકાય છે, પરંતુ જ્યારે એ ત્રીજા કે ચોા સ્ટેજમાં પહોંચે છે ત્યારે એ ભાગની સાોસા આસપાસના ભાગમાં પણ ફેલાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તેમનો ઇલાજ અઘરો બની જાય છે. આજની તારીખે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે કોઈ પણ દરદીને પ્રારંભિક સ્ટેજ એક અને બેનું કેન્સર હોય તો એને સંપૂર્ણ ઠીક કરી જ શકાય છે. કેન્સરમાં ક્યોર શક્ય છે, પરંતુ શરત ફક્ત એટલી કે એનું નિદાન શક્ય હોય એટલું જલદી કરાવવું.

નિદાન જલદી

કેન્સરના ઘણાબધા પ્રકાર છે. કોઈ પણ રોગનું નિદાન જલદી ત્યારે ઈ શકે જ્યારે એનાં લક્ષણો જલદીી સામે આવે, પરંતુ દરેક જાતના કેન્સરમાં એવું બનતું ની. એ વિશે સમજાવતાં ડોકટર કહે છે, શરીરના જે ભાગ ઉપરની તરફ છે જેમ કે ચહેરો, મોઢું, સ્કિન, છાતી, હા-પગ વગેરેમાં જે કેન્સર ાય એને કારણે આવેલો નાનકડો ફેરફાર પણ ઉપરની તરફ સહેલાઈી દેખાઈ શકે છે અને એ ફેરફારને લક્ષણ તરીકે ઓળખી વ્યક્તિ તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લે છે; પરંતુ અંદરના ભાગ જેમ કે આંતરડાં, કિડની, ફેફસાં, લિવર વગેરેમાં જ્યારે કેન્સર ાય ત્યારે એ ખૂબ અંદર હોય છે એટલે સહેલાઈી એનાં લક્ષણો સામે આવતાં ની. જે ભાગ ઉપર છે એ બાબતે સતર્કતા રાખવી જરૂરી છે. ઘણા દરદીઓ એવા હોય છે જેમને ઉપરના ભાગમાં કેન્સર હોય તો પણ ગફલતને કારણે તેઓ મોડા પડે છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો રહેતો હોય, કોઈ ભાગમાંી લોહી પડતું હોય, કોઈ ભાગ ઊપસી આવ્યો હોય અને ત્યાં ગાંઠ જેવું લાગતું હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચવું જરૂરી છે.

જલદી ઇલાજના ફાયદા

જ્યારે નિદાન જલદી ાય અને એનો ઇલાજ પણ જલદી શરૂ થાય ત્યારે શું ફાયદો ાય? એના જવાબમાં  કહે છે, જેનો ઇલાજ જલદી શરૂ થાય એનો ઇલાજ એટલો પેઇનફુલ હોતો ની, સહેલાઈી ઈ શકે છે. ઘણી વાર તો એવું પણ બનતું હોય છે કે ૯ી ૧૨ મહિનાને બદલે ૬ મહિનામાં જ એનો ઇલાજ પતી જાય છે. ઘણી વાર રેડિયેશન આપવાની જરૂર રહેતી ની, કીમોેરપીનાં સેશન ઘટી જાય છે અને એને કારણે કોસ્ટમાં પણ ફરક પડે છે અને સૌી મોટો ફાયદો એ કે દરદીને સંપૂર્ણ રીતે કેન્સરી મુક્ત કરી શકાય છે.

રેગ્યુલર ચેકઅપ માટે ડોક્ટરની સલાહ

આજકાલ વાર્ષિક રેગ્યુલર ચેકઅપ કરાવવાની વાત આવે તો મોટા ભાગે લોકો ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર,

હાર્ટ-ડિસીઝ વગેરેનું ચેકઅપ કરાવતા જ રહે છે, પરંતુ કેન્સર માટે કોઈ વાર્ષિક ચેકઅપ કરાવતા ની. આ બાબતે કેટલાંક મહત્વનાં સૂચન સમજીએ ડોકટર પાસેી…

૧.  આજકાલ બજારમાં ઘણી લેબોરેટરીમાં જીન્સ-ટેસ્ટ અને કેન્સરની ટેસ્ટ વિશેની અઢળક માહિતી ઉપલબ્ધ છે, પરંતુ જરૂરી ની કે બધી માહિતી સાચી હોય અને બધી જ ટેસ્ટ ઉપયોગી હોય. લેબોરેટરીના માર્કેટિંગનો ભોગ ન બનનાર દરેક વ્યક્તિએ ૩૦ વર્ષની ઉંમર પછી કોઈ પણ કેન્સરના નિષ્ણાત ડોક્ટરને મળીને રેગ્યુલર ચેકઅપ વિશે સલાહ લેવી જોઈએ.

૨.  જે સંદર્ભે ડોક્ટર તમારી હિસ્ટરી જાણીને, ક્લિનિકલી તમને ચેક કરીને જરૂરી હોય એ ટેસ્ટ જ લખશે, જેી બિનજરૂરી ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે.

૩.  બીજું એ કે કોઈ એક એવી ટેસ્ટ ની જે શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર હોય એ વિશે જાણકારી આપી શકે એટલે તમારી રીતે તમે એક ટેસ્ટ કરાવો, જેમ કે મેમોગ્રાફી અને નિશ્ચિત ઈ જાઓ કે કંઈ વાનું ની તો એ ભ્રમ છે, કારણ કે મેમોગ્રાફીી ફક્ત બ્રેસ્ટ કેન્સર છે કે નહીં એની જ ખબર પડે છે. આમ જાતે ડોક્ટર બનો નહીં અને સલાહ લઈને જ ટેસ્ટ કરાવો.

૪.  ખાસ કરીને જે વ્યક્તિની ફેમિલીમાં કોઈકને કેન્સર છે, જે વ્યક્તિ ઓબીસ છે, જેમને કોઈ વ્યસન છે તે વ્યક્તિઓએ તો ૩૦ની ઉંમર પછી દર વર્ષે આ પ્રકારે ચેકઅપ કરાવવું જ જોઈએ.

૫.  કોઈ પણ પ્રકારના નાનામાં-નાના ચિહ્નને પણ અવગણવું જોઈએ નહીં. તાત્કાલિક ડોક્ટરને મળવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.