સારી સેલ્ફી એ કોઈ પણ કેમેરા અથવા સ્માર્ટ ફોન દ્વારા પડી શકે છે, જો તમે આ ટ્રિક્સ અજમાવશો તો તમારાં ફોટો પણ બની જશે લોકો માટે હિટ.
અમુક જરૂરી ટ્રિક્સ જે તમારાં ફોટાને બનાવશે કઈક વિશિષ્ટ :-
- સેલ્ફી લેતી વખતે કેમેરાને ઝૂમ ન કરવું, કારણકે આમ કરવાથી ફોટો સારો નથી આવતો.
- સેલ્ફી લેતી વખતે સ્પષ્ટ છબી માટે ડાયરેક્ટ લાઇટનો શક્ય હોય તેટલો ઉપયોગ કરો.
- સેલ્ફીમાં શક્ય હોય તેટલું પડછાયા ના પડે તેવી રીતે ફોટો ક્લિક કરો.
- સેલ્ફી લેતા સમયે બહુ વધારે મેકઅપ ન કરો. કારણકે વધારે ભડકીલો મેકઅપ તમારી સેલ્ફીને ખરાબ કરી નાખે છે.
- સેલ્ફી લેતા સમયે કેમેરાને ઉપર રાખો. એનાથી ફોટોમાં તમારો ફેસ જાડો નહી લાગે.
- ધ્યાન રાખો કે સેલ્ફી લેતા સમયે પાછળનું બેકગ્રાઉન્ડ સારુ હોય.
- અલગ- અલગ એંગલ પરથી તમારાં ફોટોને ક્લિક કરો તો રિઝલ્ટ ફોટાનું સારું આવશે.
- ઓછી રોશનીમાં લીધેલી સેલ્ફી સારી નહીં આવે.આથી પરફેક્ટ સેલ્ફી માટે જરૂરી છે કે રોશની યોગ્ય હોય.
- કુદરતી અભિવ્યક્તિઓ સ્વીકારો અને તેનાં પર ધ્યાન વધુ આપો.
- ક્યારેક ફોટોસને એડિટ કર્યા વગર જ પાડો.
- કોઈ ખાસ થીમ પર ફોટોસ ક્લિક કરો.
- સેલ્ફી લેતી વખતે તમારા માથાને બદલે તમારા ફોનને નમવું આથી સારો ફોટા પડશે.