પર્યુષણ મહાપર્વ નિમિતે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે આત્માર્થી રાજુજીના વ્યાખ્યાનનો લાભ લેતા અનેક ભાવિકો
મોક્ષ જોઈતો હોય તો વિતરાગ પાસે જવુ જ પડે તેવું શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ખાતે આત્માર્થી રાજુજી (ધરમપુર)એ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ જંગ જીતવા દુશ્મને સમજવો પડે. અહીં દુશ્મન પીથ્યા, મોદ અને માયા છે. પર્યુષણ પર્વના ત્રીજા દિવસે આત્માર્થી રાજુજીએ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિરમાં સમ્યગ્દર્શનના ભેદ વ્યવહાર સમ્યગ્ દર્શનના પ્રથમ ભેદ સતદેત, સતગુરુ અને સતધર્મની શ્રદ્ધા અંતર્ગત સતદેવ એટલે વિતરાગ દેવ, સતગુરુ એટલે આત્માની ગુરુ અને સતધર્મમાં દયામુલ વ્યવહાર ધર્મ અને આત્મા અનુભુતીપ નિશ્ચય ધર્મની સમજણ આપી હતી.સમ્યગ્ દર્શન સરખ છે તેની સમજુતી આપી હતી અને બહોળી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો.