હિન્દુ ધર્મના ‘રામાયણ’ ‘મહાભારત’, ‘વિષ્ણુપુરાણ’ ભાગવતગીતા, જૈન ધર્મના  નવ તત્વો કમ્પપૈઢી તત્વાર્થ સંસ્કૃત ભાષામાં જ રચાયા છે

સંસ્કૃત એ આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે તે સંસ્કૃતિ પણ છે સંસ્કૃત ભાષાનો ઉપયોગ માનવ સાથે દેવો પણ કરે છે. સંસ્કૃતનો અર્થ કેટલો સરસ છે. સંસ્કૃત એટલે સારી રીતે સંસ્કારિત કરેલું. આજે સામાન્ય જનને સંસ્કૃત બોલવું, વાંચવું, સમજવું ઘણું અઘરું લાગે છે પણ જો ધ્યાનપૂર્વક તેનો અભ્યાસ કરવામાં આવે તો શીખવામાં જરાય અઘરું નથી. સંસ્કૃત શીખવા માટે સરળ ઉપાય સૌ પ્રથમ સંસ્કૃત વ્યાકરણ ભણો તો જરાય અઘરું ન લાગે. વ્યાકરણ એટલે પોતીકીભાષાનું મુખ્ય અંગ છે. વ્યાકરણ વગર ભાષાનું મહત્ત્વ નથી.

જેમ બાળક મા પાસે સુરક્ષિત રહે છે એવી રીતે સંસ્કૃત ભાષા દરેક ભાષાની મા જેવી જ છે. આજના સમયમાં દુનિયા સાથે તાલ મિલાવવા જતાં આપણને આપણી ભાષાનું મહત્ત્વ નથી સમજાતું. સંસ્કૃત ભાષા ધ્યાનથી સાંભળો, એના સુભાષિત, શ્લોકમાં આ બધું કહી દીધું છે. આપણા ભારત દેશના મુખ્ય ધર્મોમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થયો છે. હિન્દુ ધર્મના ‘રામાયણ’, ‘મહાભારત’, ‘વિષ્ણુ પુરાણ’ ભાગવદ્ગીતા’ જૈન ધર્મના નવ તત્વો કમ્મ પૈઢી તત્ત્વાર્થ આ બધા સંસ્કૃત ભાષામાં જ રચાયેલાં છે. સંસ્કૃત એ પવિત્ર ભાષા છે. તમામ વેદો, ઉપનિષદો, ગીતાઓ, પુરાણ, પણ સંસ્કૃતમાં જ લખાયેલાં છે.

જૈન ધર્મમાં આવતી પ્રાર્થનાઓ, ભક્તામર સ્ત્રોત, કલ્યાણ મંદિર સ્ત્રોત, જૈન પંજરી સ્તોત્ર સંસ્કૃતનાં છે. સંસ્કૃત વ્યાકરણ માટે મહાન જૈનાચાર્ય પૂ.શ્રી હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરી અને સમસ્ત સંસ્કૃત ભાષાનું ગૌરવ સાથે ગુજરાતનું માન વધાર્યુ છે

સંસ્કૃતનું સાહિત્ય અને કાવ્ય મધુર અને ઉત્તમ સુભાષિતોથી ભરપુર છે.આજે ઘણા લોકો સંસ્કૃત તરફ પાછા ફરી રહ્યા છે, સાચા હૃદયથી જોડાઈએ તો સંસ્કૃત ભાષાનું જે મહત્ત્વ છે તેને પ્રાપ્ત કરવામાં જરાપણ વાર નહીં લાગે.

કોઈ મંદિર કે ગુરુકુળની નજીકથી પસાર થતાં તમે સંસ્કૃતમાં શ્લોક કે મંત્ર તો જરૂરથી સાંભળ્યા હશે. આ મંત્રો અને શ્લોકો સાથે બાળપણમાં જ આપણો સંબંધ તુટી ગયો છે એ છતાંય તે શ્લોક આજે ક્યારેક-ક્યારેક સંભળાઈ જાય છે. સંસ્કૃત વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે પરંતુ વર્તમાનમાં તે લુપ્ત થવાનાં આરે છે. 2001માં સંસ્કૃત બોલવા વાળા લોકોની સંખ્યા માત્ર 14,135 જ હતી. દુનિયા જ્યાં સંસ્કૃતનો મહિમા સમજીને સંસ્કૃત શીખવા જઈ રહી છે. સ્કુલ, કોલેજ અને યુનિવર્સિટીઓનાં પાઠ્યપુસ્તકમાં સંસ્કૃતને જોડવામાં આવી રહ્યું છે ત્યાં ભારત આ દિશામાં કોઈ ખાસ પગલુ નથી ઉઠાવી રહી. આજે તમને જણાવીશું સંસ્કૃતનાં કેટલાક રોચક તથ્યો વિશે.

સંસ્કૃત એ ધરતી પર સૌથી શુધ્ધભાષા

NASA પ્રમાણે, સંસ્કૃત એ ધરતી પર બોલવામાં આવતી સૌથી શુદ્ધ ભાષા છે. તેમજ NASA પાસે સંસ્કૃતમાં તાડપત્રો પર લખાયેલી 60,000 પાંડુલિપિઓ છે જેનાં પર નાસા રિસર્ચ કરી રહ્યું છે.

દુનિયાની બીજી કોઈપણ ભાષા કરતાં વધારે શબ્દો સંસ્કૃતમાં છે. વર્તમાન સંસ્કૃતનાં શબ્દકોષમાં 102 અબજ 78 કરોડ 50 લાખ શબ્દો છે. સંસ્કૃત કોઈપણ વિષય માટે અદભુત ખજાનો છે. જેમકે હાથી માટે જ સંસ્કૃતમાં 100 થી વધારે શબ્દો છે. તેમજ બીજી કોઈ ભાષાનાં મુકાબલે સંસ્કૃતમાં સૌથી ઓછા શબ્દોમાં વાક્ય પુરુ થઈ જાય છે.

સંસ્કૃત ભાષા બોલવાથી અનેક બિમારી મુકિત મળે છે

સોફ્ટવેર માટે સૌથી ઉત્તમ ભાષા માની હતી. સંસ્કૃત દુનિયાની એકમાત્ર ભાષા છે જેને બોલવા પર જીભની તમામ માંસપેશીઓનો ઉપયોગ થાય છે. સંસ્કૃત સ્પીચ થેરેપીમાં પણ મદદરૂપ છે, તે એકાગ્રતા વધારે છે.

અમેરિકન હિંદુ યુનિવર્સિટી પ્રમાણે, સંસ્કૃતમાં વાત કરવા વાળા માણસને બીપી, મધુમેહ, કોલેસ્ટ્રોલ વગેરે જેવી બીમારીમાંથી મુક્ત થઈ જાય છે. સંસ્કૃતમાં વાત કરવાથી માનવ શરીરનું તંત્રિકા તંત્ર સક્રિય રહે છે. જેથી વ્યક્તિનું શરીર સકારાત્મક આવેશ (positive charges) ની સાથે સક્રિય થઈ જાય છે.

જર્મનીમાં મોટી સંખ્યામાં સંસ્કૃતભાષીઓની માંગ છે. જર્મનીની 14 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે. તેમજ સંસ્કૃત શીખવાથી મગજ તેજ થાય છે અને યાદશક્તિ પણ વધે છે. એટલા માટે લંડન અને આર્યલેન્ડની ઘણીબઘી શાળાઓમાં સંસ્કૃતને ફરજિયાત વિષય બનાવી લીધો છે.

સંસ્કૃત હવે કોમ્પ્યુટર લેગ્વેઝની માન્યતા હવે..

તમને જાણીને હેરાની થશે કે કોમ્પ્યુટર દ્વારા ગણિતનાં સવાલોને ઉકેલવા વાળી વિધિ એટલે કે અલ્ગોરિધમ પણ સંસ્કૃતમાં બને છે નહિં કે અંગ્રેજીમાં. તેમજ વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી રહેલાં 6વિં અને 7વિં જનરેશન સુપર કોમ્પ્યુટર સંસ્કૃત ભાષા પર આધારિત હશે જે 2034 સુધીમાં બનીને તૈયાર થશે. આ સમયે દુનિયાનાં 17 દેશોમાં ઓછામાં ઓછી એક યુનિવર્સિટીમાં તકનીકી શિક્ષાનાં કોર્સિસમાં સંસ્કૃત ભણાવવામાં આવી રહી છે.

સંસ્કૃત એકવાકય બે અર્થ થતા ન હોવાથી  અવકાશ યાત્રીની આદર્શ ભાષા

NASA નાં વૈજ્ઞાનિકો અનુસાર, જ્યારે તેઓ અંતરિક્ષ ટ્રાવેલર્સને કોઈ મેસેજ મોકલે છે ત્યારે તેમનાં વાક્યો ઉંધા થઈ જાય છે. અને તેનાં કારણે મેસેજનો અર્થ જ બદલાઈ જાય છે. તેમણે ઘણી ભાષાઓનો પ્રયત્ન કર્યો પણ દરેક વખતે તેમને આ જ મુશ્કેલી આવી. અંતે તેમણે સંસ્કૃતમાં મેસેજ મોકલ્યો કારણ કે સંસ્કૃતનાં વાક્યો ઉંધા થવા પર પણ પોતાનો અર્થ બદલતાં નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.