બધાજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમજ્યા વગરનો ઉપયોગ લોકો માટે જોખમી નીવડી રહ્યું છે
વોટ્સએપની લોકપ્રિયતા દિન પ્રતિ દિન વધી રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વોટ્સએપ લોકોને મફતમાં ઉપયોગ કરવા મળે છે સામે લોકોની આ વૃદ્ધિના કારણે તેઓએ ઘણા ખરા પ્રશ્નોનો સામનો પણ કરો પડ્યું છે ત્યારે જે વોટ્સએપના વપરાશકરતાઓ છે તેઓએ આ એપ્લિકેશનને ખૂબ સરળતાથી અને સહજતાથી સમજવાની જરૂરિયાત છે. તેને લઈ જાગૃતતા કેળવવી પણ એટલી જ અનિવાર્ય બની છે.
દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકોને નિશુલ્ક મળી રહ્યા છે જેના કારણે જે ગંભીરતા આવવી જોઈએ તે આવી શકતી નથી અને પરિણામે ઘણા પ્રશ્નોનો સામનો પણ કરવો પડે છે. ત્યારે વોટ્સએપમાં આઠ એવા ફીચરો છે જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો લોકો તેનાથી બચી શકશે અને તેનો અતિરેક પણ નહીં થાય.
વોટ્સએપનું ડિસઅપયરિંગ ફીચર ઉપયોગમાં લેવું જોઈએ
વોટ્સએપ ઘણા સારા એવા ફીચર પણ આપી રહ્યું છે જેમ કે ડીસઅપયરિંગ મેસેજ ફીચર . આ ફિચર નો ઉપયોગ એ સમયે કરી શકાય કે જ્યારે તમે કોઈપણ માહિતી સામે વાળા વ્યક્તિને માત્ર ને માત્ર એક જ વાર દેખાડવા માંગતા હો. તેનો કોઈ બીજો દુરુપયોગ ન થાય.
ખાનગી માહિતીઓ શેર ન કરો
લોકોની જાગૃતતાના અભાવે ઘણી ખરી ખાનગી માહિતીઓ અને શેર કરવામાં આવતી હોય છે જેનાથી લોકોએ બચવું ખૂબ જ જરૂરી છે ખાનગી માહિતી જેવી કે પોતાનો એડ્રેસ પોતાની બેંક ડીટેલ આ તમામ ચીજ વસ્તુઓ ની માહિતી કોઈપણ વ્યક્તિને વોટ્સએપમાં આપવી ન જોઈએ.
તમે શું જોવો છો તે જાણવું પણ ખુબજ જરૂરી
અનેક ગ્રુપમાં ઘણી એવી માહિતીઓ આવતી હોય છે જેને સમજ્યા વગર લોકો ખોલી અને જોતા હોય છે પરંતુ કદાચ એ માહિતી તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે જેનું ગંભીરતાપૂર્વક ધ્યાન લેવું ખૂબ જ જરૂરી છે.
ટુ સ્ટેપ વેરિફિકેશન ખુબજ જરૂરી
ટુ સ્ટેપ વેરિફિકેશન ફિચર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જો તેનો ઉપયોગ સારી અને સાચી રીતે કરવામાં આવે. ફિચરના ઉપયોગથી લોકો તેની વોટ્સએપ સિક્યુરિટી ખૂબ સારી રીતે જાળવી શકે છે અને પોતાના ડેટાને ખોટી જગ્યાએ ઉપયોગમાં લેવાતા બચાવી પણ શકે છે.
તમે ઓનલાઈન છો કે કેમ તે જાણો
આ એપ્લિકેશનમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે તમે ઓનલાઈન છો કે કેમ તે અંગે પણ સામે વાળો વ્યક્તિ તેની માહિતી મેળવી શકે છે જેથી તમારે તમારા સેટિંગ્સમાં એ જાણવું જરૂરી છે કે તમે અન્યને ઓનલાઇન દેખાવ છો કે કેમ ?
ખોટો અને હેરાન પરેશાન કરતા સંપર્કોને બ્લોક કરવા જોઈએ
દરેક લોકોના સંપર્કમાં ઘણા ખરા એવા નંબર આવતા હોય કે જે બ્લેન્ક ઓલ હોઈ શકે છે ત્યારે આ તમામ સંપર્કોને બ્લોક કરવામાં આવે તો પણ ઘણા ખરા અંશે લોકો સુરક્ષિત રહે છે અને વોટ્સએપનો સારી રીતે ઉપયોગ પણ કરી શકે છે.
કોણ જોઈ શકે છે તમારૂ પ્રોફાઈલ પિક્ચર તે ચકાસો
વોટ્સએપ તમારું પ્રોફાઈલ પિક્ચર કોને દેખાડવું તે અંગેનું પણ ફીચર આપે છે ત્યારે તમારા ફોન કોલ માં રહેલા અજાણ્યા લોકો ને તમારા પ્રોફાઈલ પિક્ચર ન દેખાય તે માટેની સુવિધા પણ વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી છે જેનો ઉપયોગ યથાવત રીતે કરવો જોઈએ.