પાર્ટી તુટવાના ડરથી ભાજપને આપી ગર્ભિત ચીમકી: ૧૯૮૭ના દિવસો યાદ કરાવી સલાઉદીન અને યાસીન મલિકનો કર્યો ઉલ્લેખ
જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સહયોગથી ચાલતી સરકાર પડી ગયા પછી હવે મહેબુબા મુફતીની સામે તેની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી) પર સંકટ છે. પીડીપીમાં વિદ્રોહના સંકેત જોવા મળી રહ્યા છે અને મહેબુબાએ વિદ્રોહી કાર્યકર્તાઓ સામે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમએ ભાજપ અને કેન્દ્ર સરકારને પણ ચેતવણી આપી છે કે જો પીડીપીને તોડવાની કોશિશ કરી તો તેના ખતરનાક પરિણામ આવશે. આવુ કહેતા મહેબુબાએ ૧૯૯૦ના કાશ્મીર અને સલાઉદીન જેવા આતંકીઓની વાત પણ કરી.
મહેબુબાએ ભાજપ અને કેન્દ્ર સરકારને ૧૯૮૭ના ઘટનાક્રમની યાદ અપાવી અને ગર્ભિત ધમકી પણ આપી. મહેબુબાએ કહ્યું કે, ૧૯૮૭ની જેમ જો દિલ્હીમાં મતાધિકારને રદ કરી અને કાશ્મીરના લોકોમાં ફ્રુટ પડાવવાની કોશિશ કરશે તો તેનું ખતરનાક પરિણામ આવશે. મહેબુબાએ કહ્યું કે, તે સમયે જેવી રીતે સાઉદીન અને યાસીન મલિક પેદા થયા તા તેવી રીતે આ સમયે હાલત વધારે ખરાબ હશે તો બીજી તરફ જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, મહેબુબાનું નિવેદન ખુબ જ આપતિજનક છે અને ભાજપ કોઈ તોડફોડની પ્રક્રિયામાં નથી લાગ્યું.
ઉલ્લેખનીય છે કે મહેબુબા મુફતીએ વિદ્રોહી નેતાઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. પીડીપીએ વિધાનસભાના સદસ્ય વાસિર રેશીને બાંદીપુર જિલ્લા અધ્યક્ષપદ પરથી ભ્રષ્ટ કરી દીધા છે. યાસિર રેશીએ પીડીપી નેતાઓમાંના એક છે જેમણે સરાજાહેર મહેબુબા મુફતીનીઆલોચના કરી હતી. પીડીપી વિદ્રોહના શંખ ફુંકાયો છે જેને કારણે મહેબુબા પરેશાન થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં પીડીપીના એક નેતાએ દાવો કર્યો હતો કે કેટલાક કાર્યકરો પાર્ટી છોડવા માટે તૈયાર છે. પીડીપીથી નારાજ થયેલા સાબિદ અંસારીએ દાવો કર્યો છે કે ૧૪ વિદ્યાયક પાર્ટી છોડવા માટે તૈયાર છે.
શિયા નેતા ઈમરાન અંસારી અને અંસારી પહેલેથી જ પીડીપી છોડવાનું એલાન કરી ચુકયા છે. ભાજપે મહેબુબા મુફતીના નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો છે. મહેબુબાએ લગાવેલા આરોપોને પણ પાયાવિહોણા બતાવ્યા છે. મહત્વનું છે કે સૈયદ સલાઉદીન હાલ આતંકી સંગઠન હિઝબુબ મુઝાહિદીનનો ચીફ છે અને પાકિસ્તાનમાં છે જે ભારત સામે આતંકી ગતિવિધિઓને અંજામ આપે છે. જયારે યાસિન મલિક કાશ્મીરના મોટા અલગાવવાદી નેતાઓમાનો એક છે.