આપણા રોજીંદા ખોરાક આપણે નિયત માત્રા કરતાં સોલ્ટનો ઉપયોગ વધુ કરીએ છીએ. વિશ્વના 99 ટકા લોકો વધારે મીઠું ખાય છે, તેવો વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટમાં ખુલાસો થયો છે. વધુ પડતું મીઠું ખાવાથી વિવિધ રોગો અને મૃત્યુનું જોખમ વધી જાય છે. દર વર્ષે વિશ્વમાં 18 લાખ લોકો વધુ પડતા મીઠા (સોલ્ટ) ખાવાને કારણે મોતને ભેટે છે. આપણાં ગુજરાતી કે વિશ્વના ગમે તે લોકોના ભોજનનો સ્વાદ મીઠા વગર અધુરો છે, પણ પૃથ્વી પર વસતી દરેક વ્યકિતએ તેનો ઉપયોગ નિયત માત્રામાં કરવો હિતાવહ છે. વધુ પડતુ સોડિયમ ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે.
સોડિયમ ઘટાડવાની નીતિઓ લાગુ કરવાથી 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 70 લાખ લોકોના જીવન બચાવી શકશે: વૈશ્વિક લક્ષ્યાંકમાં 2025 સુધીમાં 30 ટકા ઘટાડવાનું લક્ષ્ય
હજુ સુધી મોટાભાગના દેશોએ કોઈપણ ફરજીયાત સોડિયમ ઘટાડવાની નીતિઓ અપનાવી નથી: વધુ સોલ્ટના ઉપયોગથી લોકોને હાર્ટએટેક, સ્ટ્રોક અને બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહેલ છે
આજે લોકો રસોઈમાં સાથે ઉપરથી પણ મીઠું નાંખવાની આદત બદલવાની જરૂર છે. વિશ્વભરમાં મુખ્ત વયના લોકો 10.8 ગ્રામ મીઠું ખાય છે, જે બે ચમચી જેટલુ હોય અને તેમાં 4310 મિલિગ્રામ સોડિયમ હોય છે. આ ટેવ ને કારણે આપણી રૂટીંગ જરૂરિયાત કરતા ડબલ મીઠું ખાય છીએ,જે ખતરનાક બાબત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ દરરોજ 2000 મિલિગ્રામ સોડિયમ સેવન કરવાનું જણાવેલ છે. દરેક વ્યકિતએ પાંચ ગ્રામ કરતા ઓછુ મીઠું ખાવું જોઈએ,
અતિશય આહારથી આહાર અને પોષણ સંબંધીત મૃત્યુ માટે ટોચનું જોખમ વધારે અને વધુ સોડિયમના સેવનથી ગેસ્ટ્રિક કેન્સર, સ્થૂળતા કિડનીના રોગો અને ઓસ્ટીયોપોરોસીસ જેવા રોગો થાય છે
વિશ્વની માત્ર 5 ટકા વસતી ફરજીયાત સોડિયમ ઘટાડવાની નીતિઓ દ્વારા સુરક્ષીત
દર વર્ષે વધુ પ ડતા સેવનને કારણે 18 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે.આપણે સૌ એવું વિચારીએ છીએ કે, વધુ મીઠુ ખાવાથી કંઈ થાય નહી, પણ તેનાથી હાર્ટએટેક, સ્ટ્રોક, સ્થૂળતા, કિડનીના રોગો, ઓસ્ટીયોપારેસીસ જેવા રોગો સાથે બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહેલ છે. તેનાથી ગેસ્ટ્રિક કેન્સર પણ થાય છે. ડબલ્યુ.એચ.ઓ.ના ગ્લોબલ રિપોર્ટમાં એક ચપટી (ઓછુ) મીઠુ જીવન બચાવી શકે તેવી વાત કરી છે. ત્યારે સોડિયમ ઘટાડવાની નીતિઓ લાગુ કરીને 2030 સુધીમાં 70 લાખ લોકોનાં જીવન બચાવી શકવાની વાત કરી છે. આગામી બે વર્ષમાં 30 ટકા ઘટાડાનો વૈશ્વિક લક્ષ્યાંક અપાયો છે.
અત્યારે માત્ર વિશ્વની માત્ર પાંચ ટકા વસ્તી ફરજીયાત સોડિયમ ઘટાડવાની નીતિઓ દ્વારા સુરક્ષીત છે.વધુ સોલ્ટ લેવાને કારણે જોખમ વધે છે, તો વધુ પડતા આહારથી ભોજન અને પોષણ સંબંધીત મૃત્યુ માટે ટોચનું જોખમ વધારે છે. રિપોર્ટમાં જણાવેલ છે કે જે લોકો પહેલેથી આવા રોગોના દર્દીઓ હોય તેને તો મીઠું સાવ ઓછું કે બંધ કરવાની સલાહ છે. આપણી જીવન શૈલીથી બદલાયેલી ખોરાક પ્રણાલીમાં મીઠાના વધુ ઉપયોગથી જીવલેણ બની શકે છે. અસ્વસ્થ આહાર એ વિશ્વભરમાં મૃત્યુ અનેરોગનું મુખ્ય કારણ સોડિયમનું વધુ સેવન છે. ટોચના જોખમ પરિબળોમાં સ્વાદનો સ્ત્રોત સાથે હજારો વર્ષોથી સોડિયમ કે સમુદ્ર મીઠું હવે સમગ્ર વિશ્વમાં આરોગ્યને નુકશાન પહોચાડવામાં વધુ ઉપયોગમાં લેવાય છે.
વિશ્વના માત્ર બ્રાઝીલ, ચિલી, ચેક રિપબ્લિક, લિથુઆનીયા, મલેશીયા, મેકસિકો, સાઉદી અરેબીયા, સ્પેન અને ઉરૂગ્વે જેવા માત્ર 9 દેશોએ જ સોડિયમ સેવન ઘટાડવાની નીતિની ભલામણ કરી છે. ડબલ્યુ.એચ.ઓ.ના 194 સભ્ય દેશોમાંથી 73 ટકા દેશો આવી નીતિઓનો સંપૂર્ણ અમલ કર્યો નથી. સોડિયમ ઘટાડવા માટે ફરજીયાત નીતિઓ અપનાવવી જ પડશે. આ નીતિના અમલ કરવાથી બિન સંચારો, રોગોને રોકવામાં મોટા પ્રમાણમાં સફળતા મળશે. આપણે સૌએ પણ ઓછા મીઠાવાળો ખોરાક લઈને આપણી ખાન-પાનની રીતોમાં બદલાવ લાવવો પડશે. આરોગ્ય સંસ્થાએ ‘સોડિયમ કંટ્રી સ્કોર કાર્ડ’ વિકસાવ્યું છે, જે તેના ઘટાડવાની નીતિઓનાં પ્રકાર અને સંસ્થાનો આધાર છે.
ડબલ્યુ.એચ.ઓ.ના આ પ્રયત્નોમાં 30 વર્ષમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી થતાં દશ કરોડ મૃત્યુને રોકવા રિઝોલવ ટુ સેવ લાઈબ્સ સાથે ભાગીદારી કરી છે. 2025 સુધીમાં 30 ટકા ઘટાડવાના લક્ષ્યાંક માટે દરેક દેશે ફરજીયાત, સરકારની આગેવાની હેઠળ નીતિઓ અમલમાં મૂકવા તાત્કાલીક કામ કરવું જોઈએ. પેકેજડફૂડસ માટે વૈશ્વિકપોષણ ડેટાબેઝમાં હાલ 25 દેશોના ડેટા સામેલ છે. જો આ બાબતે વિશ્વ કે માનવી જાગૃત નહી થાય તોલાખો લોકો હાર્ટએટેક અને સ્ટ્રોકનો અનુભવ કરશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૌ પ્રથમવાર સોડિયમ કંટ્રીસ્કોર બહાર પાડેલ છે. જેમાં સ્કોર 1 (સૌથી નીચુસ્તર)થી 4 (ઉચ્ચસ્તર) છે. તમે સોડિયમ સેવન તાજા, ઓછા પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી તેનો ઘટાડો કરી શકો છો. ઉપરથી મીઠુ કયારેય ન લેવું, મીઠાના બદલે જડીબુટ્ટીઓ અને મસાલાનો ઉપયોગ કરીને ખોરાક ને સ્વાદિષ્ટ બનાવો, ટેબલપરથી મીઠાની ડબ્બીને તાત્કાલીક દૂર કરો. 2004માં આહાર, શારીરિક પ્રવૃત્તિ અને આરોગ્ય અંગેની વૈશ્વિક વ્યુહરચના વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવી હતી, 2012માં આ વિષયક વૈશ્વિક પોષણ લક્ષ્યાંકો અપનાવ્યા હતા.‘મીઠાનું સેવન ઘટાડવા અને જીવન બચાવવા માટે મોટા પાયે પ્રયત્નો કરવાની જરૂર છે’
વૈશ્વિક સરેરાશ દરરોજનું 10.8 ગ્રામ સેવન થાય છે!
વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ કરતાં આપણે બે ગણુ વધારે મીઠુ (સોલ્ટ) સેવક કરીએ છીએ. વૈશ્વિક સરેરાશ સેવન 10.8 ગ્રામ હોવાનો અંદાજ છે. ડબલ્યુ.એચ.ઓ.ની ભલામણનો હજી મોટાભાગના દેશોએ અમલમાં મૂકી નથી. સોડિયમનો મુખ્ય સ્ત્રોત ટેબલ સોલ્ટ (સોડિયમ કલોરાઈડ) છે, પરંતુ તે સોડિયમ ગ્લુટામેટ જેવા અન્ય મસાલાઓમાં સમાયેલ છે.