ઓવર લગેજ લઈ જનારા સામે રેલવેનું ૮મી જુનથી જાગૃતિ અભિયાન
હવેથી જો રેલવે મુસાફરો રીઝર્વેશન કોચમાં નકકી કરાયેલા વજનથી વધુ સામાન લઈ જશે તો તેને લગેજ ફીથી છ ગણો દંડ ભરવો પડશે. સામાન્ય રીતે રેલવે ચેકિંગ દરમિયાન દરરોજ ઘણા બધા યાત્રિકો ઓવરલોડેડ સામાન સાથે પકડાતા હોય છે જેની સામે આગામી ૮ જુનથી ૨૨ જુન દરમિયાન વધારે પડતા સામાન સાથે મુસાફરી કરતા યાત્રિકો સામે જાગૃતિ અભિયાન ચલાવશે.
ઉલ્લેખનીય છે કે, આ અભિયાનના પ્રારંભે અગાઉ રેલવે યાત્રિકોને ટ્રેનમાં સાથે લઈ જવાના સામાનની મર્યાદા વિશે જાણકારી આપવાનું શરૂ કરી દીધું છે. રાજકોટ રેલવે સ્ટેશન પર પુછપરછ કાર્યાલયમાંથી આ બાબતની જાણકારી મળશે. ડી.આર.એમ પી.બી.નિનાવેના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવાશે. રેલવે યાત્રિકોને સાથે લઈ જવાના સામાનની નિયત ફી ચુકવીને સામાન લઈ જવા માટે રેલવે તંત્રએ આદેશ કર્યો છે.
કયા કલાસમાં કેટલો સામાન લઈ જઈ શકાશે
|
|||
કલાસ
|
નિ:શુલ્ક મર્યાદા
|
છુટછાટ
|
સામાન લઈ જવાની મર્યાદા
|
એ.સી.પ્રથમ શ્રેણી
|
૭૦ કિ.ગ્રા.
|
૧૫ કિ.ગ્રા.
|
૧૫૦ કિ.ગ્રા.
|
એ.સી.૨ ટીયર/પ્રથમ શ્રેણી
|
૫૦ કિ.ગ્રા.
|
૧૦ કિ.ગ્રા.
|
૧૦૦ કિ.ગ્રા.
|
એ.સી.૩ ટીયર/એ.સી.ચેર કર
|
૪૦ કિ.ગ્રા.
|
૧૦ કિ.ગ્રા.
|
૪૦ કિ.ગ્રા.
|
સ્લીપર કલાસ
|
૪૦ કિ.ગ્રા.
|
૧૦ કિ.ગ્રા.
|
૮૦ કિ.ગ્રા.
|
સેકન્ડ કલાસ
|
૩૫ કિ.ગ્રા.
|
૧૦ કિ.ગ્રા.
|
૭૦ કિ.ગ્રા. |