ચોમાચાની સીઝન શરૂ થતાની સાથોસાથ જ ભારત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. વરસાદની ઋતુ કાળઝાળ ગરમીથી આપણને રાહત આપે છે. પણ આ સિઝનમાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી તમને ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે. ચોમાસાની ઋતુમાં ઘણા લોકો ખૂબ જ ઝડપથી શરદીનો શિકાર બની જાય છે. આવા સમયમાં તમને સારું નથી લાગતું અને તમારો આખો દિવસ બગડી જાય છે. આ સિઝનમાં બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શન ઝડપથી ફેલાય છે.
માર્ચથી જૂન સુધીની આકરી ગરમી પછી જુલાઈ મહિનો ચોમાચાને આવકારે છે. વર્ષનો આ સાતમો મહિનો કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત ચોક્કસ આપે છે. પણ આ વરસાદી દિવસોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર પડે છે. ચોમાસું ગરમીથી રાહત તો આપે જ છે પણ સાથે સાથે અનેક સમસ્યાઓ પણ લઈને આવે છે. આ ઋતુમાં મોટાભાગના લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તે જ સમયે લોકો વારંવાર વરસાદમાં ભીના થવાને કારણે બીમાર થવા લાગે છે. આ સિઝનમાં સારું ખાવાથી અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને તમે ચોમાસામાં પણ સ્વસ્થ રહી શકો છો. આ ઋતુમાં કેટલાક લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઈ જાય છે. જેના કારણે તેમને કેટલાક પરિણામ ભોગવવા પડે છે. વરસાદની ઋતુમાં તમારે બાળકોની સાથે ઘરના વડીલોનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે પણ આ સિઝનમાં વારંવાર બીમાર પડવા માંગતા નથી. તો જાણો કે વાતાવરણમાં ભેજ વધવાથી ઉદ્ભવતા બેક્ટેરિયા અને વાયરસના જોખમથી તમે કેવી રીતે તમારા સ્વાસ્થયને બચાવી શકો.
ચોમાસામાં રોગોનું જોખમ કેમ વધે છે?
વરસાદની મોસમમાં બેક્ટેરિયા અને વાયરસ શ્વસન માર્ગ દ્વારા ઝડપથી ફેલાવવાનું શરૂ કરે છે. હવામાનમાં ભેજને કારણે આ દિવસોમાં બેક્ટેરિયા વધવાનું જોખમ સૌથી વધુ હોય છે. આ દિવસોમાં શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પણ ઘટી જાય છે. આવા સમયમાં ખાનપાનમાં બેદરકારીની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. ખાંસી, શરદી, ઉલ્ટી અને શરદી જેવી સમસ્યાઓથી બચવા માટે આ ઋતુમાં સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ચોમાસાની ઋતુમાં મચ્છરો પણ ઝડપથી ફેલાય છે. આ દિવસોમાં વાયરસમાં ઝડપથી ફેલાવો થાય છે. જે તમારા જીવન માટે મોટો ખતરો છે.
આ રોગોનું જોખમ વધે છે
વરસાદની મોસમમાં ડેન્ગ્યુ તાવ, ચિકનગુનિયા, વાયરલ ફ્લૂ, ચેપ, એલર્જી, ગેસ્ટ્રોએન્ટેરિટિસ, ટાઈફોઈડ, હેપેટાઈટીસ A અને Eનું જોખમ ઘણું વધારે હોય છે. આમાથી કેટલીક બીમારીઓ મચ્છરોના પ્રજનનથીજ થાય છે.
તમારા ચહેરાને વારંવાર સ્પર્શ કરશો નહીં
આપણા હાથમાં ઘણા પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. જેના કારણે જો તમે વારંવાર તમારા ચહેરાને સ્પર્શ કરો છો. તો ચેપનું જોખમ વધી જાય છે. તેથી આ ઋતુમાં આપણે આપણા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ.
પાણી પીવાનું રાખો
ચોમાસામાં તમને ચોક્કસપણે ઓછી તરસ લાગે છે. તેમજ હવામાન ઠંડું થતાં લોકો ઘણીવાર પીવાનું પાણી ઓછું કરી દે છે. જેના કારણે લોકો ઘણીવાર ઝડપથી બીમાર પડી જાય છે. શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો થવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડવા લાગે છે. આ સિઝનમાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તમારે શક્ય તેટલું વધુ ગરમ પાણી પીવું જોઈએ.
ચોક્કસપણે વરાળ લો
શરદીથી રાહત મેળવવા અથવા તેના જોખમને ટાળવા માટે તમારે અઠવાડિયામાં એકવાર સ્ટીમ લેવી જોઈએ. તેનાથી તમને નાક બંધ થવાની સમસ્યાથી પણ રાહત મળશે. વરાળ લેવા માટે તમારે પાણીમાં લવિંગ તેલ અથવા ચાના ઝાડનું તેલ ઉમેરવું જોઈએ. જેનાથી તમને રાહત મળશે.
ગરમ પાણીથી ગાર્ગલ કરો
શરદી થતા જ સૌથી પહેલા ગળામાં દુખાવો થાય છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં મીઠું ભેળવીને ગાર્ગલ કરો. તેનાથી ગળાના દુખાવાની સમસ્યા થી રાહત મળે છે.
આ સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું?
ચોમાસામાં એટલે કે વરસાદની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ માટે સૌથી પહેલા તમારે ફુલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ. જે તમને મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ બને છે. આ સિવાય આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આવા સમયમાં તમારે તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જોઇએ. આ માટે મોસમી ફળો અને શાકભાજીના સેવન સિવાય તમે તમારા આહારમાં કેટલાક સુપરફૂડનો પણ સમાવેશ કરી શકો છો.
તેમજ આ સિઝનમાં ડીહાઈડ્રેશન અને ડાયેરિયાથી બચવું ખૂબ જ જરૂરી બને છે. સાથોસાથ વરસાદ અને વાતાવરણમાં ઠંડકને કારણે તમને તરસ ઓછી લાગે છે. પણ શરીરમાં પાણીની પૂરતી માત્રાનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય બહારનું ખાવાનું બંધ કરી દેવું જોઈએ. તેમજ ઘરમાં બનાવેલો ખોરાક વાસી થઈ જાય પછી તેને ખાવો ન જોઈએ. તેમજ તમારે વારંવાર હાથ ધોવા અને વ્યક્તિગત સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખો. જો તમને તમારી તબિયત સારી ન લાગે તો ચોકકસપણે ડોક્ટર પાસે તપાસ કરવો.