માનવી પોતાના વિકાસ માટે પ્રકૃતિને નુકસાન પોંહચાડે છે. પ્રકૃતિના નુકસાનથી આખરે માનવ જાતને જ ખતરો છે. પરંતુ આ વાત બધા લોકોની સમજમાં નથી આવતી. લોકો મકાન બનાવવા માટે ઘણા વૃક્ષોને કાપી નાખે છે. પરંતુ કેટલાક લોકો મકાનો નહીં પણ ઘર બનાવા માંગે છે. તે પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિને નુકસાન પોંહચાડતા નથી. એવો જ એક કિસ્સો ઉદયપુરમાં જોવા મળ્યો છે.

ઉદરપુરના રહેવાસી કુલ પ્રદીપ સિંહ એક એવા ઇજનેર છે જેને પોતાનું ઘર બનાવા માટે પ્રકૃતિને નુકસાન ના પહોચાડ્યું. કુલ પ્રદીપે 2000 માં પોતાનું ઘર બનાવ્યું હતું, જેની ચર્ચા 21 વર્ષ બાદ આજે પણ થઈ રહી છે. આ મકાનની ખાસિયત એ છે કે તે 80 વર્ષ જુના ઘટાદાર વૃક્ષની વચ્ચે બનાવામાં આવ્યું છે. લોકો તે ઘરને ટ્રી હાઉસ કહે છે.

વૃક્ષ મુજબ ઘરનો નકશો બનાવ્યો

201

કેપી સિંહે તેના સપનાનું ઘર બનાવવા માટે તેની સુવિધા કરતા વૃક્ષને વધુ મહત્વ આપ્યું. તેને વૃક્ષની ડાળો મુજબ તેના ઘરનો નકશો બનાવ્યો. અમુક ડાળોને તેમને સોફાની જગ્યા પર ઉપીયોગ કર્યો, તો અમુક ડાળને ટીવી સ્ટેન્ડ તરીકે. ભલે આ ઘર વૃક્ષની વચ્ચે છે, પણ આમાં બધું સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં હતું બે માળનું મકાન

2021999 માં કેપી સિંહે ઘર બનાવવા માટે ઉદયપુર માં જમીન શોધતા હતા. આ દરમિયાન તેને સુખેર ઇલાકામાં એક જમીન પસંદ આવી. પરંતુ તે જમીનની વચ્ચે એક ઘટાદાર વૃક્ષ હતું. જો મકાન બનાવવું હોય તો આ વૃક્ષ કાપવું પડે. પરંતુ કેપી સિંહે વૃક્ષ સાથે જ ઘર બનાવવનો દ્રઢ સંકલ્પ કર્યો. આખરે તેને આ કરી બતાવ્યું. જયારે તે ઘર બન્યું ત્યારે તે 2 માળનું હતું, હાલ તે 4 માળનું કરવામાં આવ્યું.

તેજ હવા આવવાથી ઘર જુલે

203આ ઘર જમીનથી 9 ફૂટ ઉંચેથી શરૂ થાય છે. જે 40 ફૂટ ઉંચુ છે. ટ્રી હાઉસની અંડર જવાની સીડી પણ ખાસ છે. આ ઘરને બનાવા માટે ક્યાંય પણ સિમેન્ટનો ઉપીયોગ કરવામાં આવ્યો નથી. આ ઘરને સ્ટીલ સ્ટ્રક્ચર, સેલ્યુલર અને ફાઇબરશીટથી બનાવામાં આવ્યું છે. આ ઘરની એક ખાસિયત છે કે, જયારે જોરદાર હવા હોય ત્યારે આ ઘર જુલે છે.

‘લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ’માં શામિલ

205ઘરના મલિક કેપી સિંહ IIT કાનપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેના આ ઘરને ઘણા બધા પર્યટકો જોવા માટે આવે છે. આ ઘર લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં શામિલ છે. આ અદભુત ઘર 3 હજાર ચોરસ ફૂટમાં બનાવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.