જો ગોલ બનાવશો તો એક ચોકકસ ચોકઠામાં ફસાઇ જશો: પદ્મવિભૂષણ પંડીત જશરાજ

સુરનો સાગર વહાવવા ૯૦ વર્ષના સંગીત માર્તડ પંડીત જશરાજને અનોખો ઉત્સાહ

૧૪ વર્ષની ઉંમરે તબલા વગાડવાનું છોડી દઇને પોતાની જાત સાથે વાદો  કર્યો હતો કે જયાં સુધી શાસ્ત્રીય ગાયનમાં વિસારદ હાંસલ ન કરી લે ત્યાં સુધી પોતાના વાળ નહીં  કહી કાપે

નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં સપ્તસંગીત-૨૦૨૦ ના અંતિમ દિવસે પોતાની ગાયન કલા પ્રસ્તુત કરવા આવેલ પહ્મજી, પદ્મભુષણ અને પહ્મ વિભૂષણ પંડીત જશરાજે મીડીયા સાથેના વાર્તાલાપ દરમિયાન હજુ સુધી ભારત  રત્ન ન મળવાનો અફસોસ વ્યકત કર્યો હતો. મને તો ભારત રત્ન ઘણા સમય પહેલા જ મળવો જોઇતો હતો મને એ વાતનું દુ:ખ સાથો સાથ પંડીત જશારાજજીએ જણાવ્યું હતું કે સંગીતની અસર પ્રકૃતિ પર પડે છે.

મારી ગાયીકીમાં ત્રણ વખત વરસાદ વરસ્યોલ હતો. હું અઘ્યાત્મિકાથી નજીક છું ભગવાનની પ્રાર્થના કરીને ગાઉ તો આવો ચમત્કાર કયારેક સર્જાય છે અને હું મારા આઘ્યાત્મીક ગુરુ સાણંદના મહારાણા જશવંતસિંહજીના આર્શીવાદને માનું છું. શાસ્ત્રીય સંગીતનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે. આજના યુવાનો જેને ખરેખર દિલથી શાસ્ત્રીય સંગીત શિખવું જ છે તે મહેનત કરશે જ અને પોતાનો રસ્તો કરી જાણે છે.

patto ban labs 1

જીવનમાં કયારેય ગોલ બનાવો નહી જો કોઇ ગોલ બનાવી લેશો તો એક ચોકકસ ચોકઠામાં ફસાઇ જશો.

૯૧ વર્ષના પંડીત  જશરાજજીએ જણાવ્યું હતું કે પહેલા એક બેઠકમાં ૧૪ કલાક રીઆઝ કરતો હતો. પહેલા ‘સા’ સીધો લાગી હતો. જયારે હવે સ્વર લગાવતાં પહેલા ખોંખારો ખાવો પડે છે.

પંડીતજીએ રાજકોટ નિખો ફાઉન્ડેશનને આવું અદભૂત કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ૧૪ વર્ષની ઉંમરે તબલા વગાડવાનું છોડી દઇને પોતાની જાત સાથે વાદો  કર્યો હતો કે જયાં સુધી શાસ્ત્રીય ગાયનમાં વિસારદ હાંસલ ન કરી લે ત્યાં સુધી પોતાના વાળ નહીં  કહી કાપે આ વાત સાચી છે તેવું જણાવ્યું હતું.

અહીં નોંધનીય છે કે સંગીતકારોના પરિવારમાં જન્મેલા પંડીત જશરાજજી એ ફકત ૩ વર્ષની ઉમરમાં તેમના પિતા અને ગુરુ શ્રી મોતીરામ  પાસે મેવાતી ધરાનાની ગાયકીની પાયાની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમના પિતાના નિધન પછી તેમના વડીલ બંધુ અને ગુરુ પં. મણીરામ પાસેથી શાસ્ત્રીય સંગીતની ધનિષ્ઠ તાલીમ લીધી હતી. ત્યારબાદ આગળનું માર્ગદર્શન તેના સ્પિરીચ્યુલ ગુરુ મહારાજ જયવંતસિંહ દ્વારા પ્રાપ્ત થયુઁ હતું. પંડીત જસરાજજીનો મધુર, રણકાદાર અને બુલંદ અવાજ શાસ્ત્રીય અને ભકિત સંગીતની ધરોહર માટે ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખ પામ્યો છે. તેમનો ઘુંટાયેલો અવાજ, સુરોની અદભુત સમજ, ગાયકી, લય અને તાલ ઉપર મજબુત પકડ તેમજ એક પણ ભુલવગર શબ્દો અને બંદિશનો ભાવ સમજીને ગાયકીની પ્રસ્તુતી શ્રોતાઓના અંતર મનને આનંદ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.