રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગે કોરોના મહામારીને કારણે આપેલ માસ પ્રમોશનનાં નિર્ણયને કારણે શાળાઓમાં ખાસ કરીને ધો.9 અને 11માં પ્રવેશની સમસ્યા ઉભી થઇ છે તેને હલ કરવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 75 વિદ્યાર્થીઓની સંખ્યા નિર્ધારિત કરી છે તે કોવિડ-19ની ગાઇડલાઇનથી તદ્ન વિપરીત છે.
તેમ જણાવી વિદ્યાર્થીઓની માર્ગદર્શક સંસ્થા સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના સ્થાપક ટ્રસ્ટી અને ચેરમેન યશવંત જનાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિર્ણય પ્રમાણે જુલાઇ ઓગષ્ટના ઓફલાઇન શિક્ષણ શરુ કરવા માટે નિર્ણય લઇ શકે તેમ હોવાથી જો એક વર્ગમાં અત્યારની વર્ગદીઠ સંખ્યા 45 થી 50 પ્રમાણે વિદ્યાર્થીઓ બેસી શકતા હોય તેની સામે 75ની સંખ્યા શાળાઓ એક વર્ગમાં કેવી રીતે સમાય શકશે તે પ્રશ્નાર્થ છે.
રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગે જે વર્ગદીઠ 75 વિદ્યાર્થીની સંખ્યાનો નિર્ણય લીધો છે તે ખરેખર કોવિડ લાઇડલાઇનના ભંગ સમાન છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી હોવાનું સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.